શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણની વાત કરતા કહ્યું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે ગઠબંધન અને બેઠકની વહેંચણી પર વાતચીત સારી રીતે ચાલી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં અંતિમ ચુકાદો જાહેર કરવામાં આવશે. આ સાથે શિવસેના પ્રમુખે કહ્યું કે ‘તેમણે તેમના પિતા શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે એક દિવસ મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી એક શિવસૈનિક બનશે’. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીનાં કાર્યકરો અને ટિકિટ ઉમેદવારોને સંબોધન કરતા આ વાત કહી હતી.
સંબોધન કરતા તેમણે કહ્યું કે, જો ગઠબંધન ન થાય તો શિવસેના બેકસ્ટેજ નહીં હોય. અમે ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રમાં શિવસેના સત્તા પર આવે તેવું ઇચ્છીએ છીએ, તેમણે કહ્યું, “મેં બાલા સાહેબને વચન આપ્યું હતું કે એક દિવસ શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનશે. મેં આ વચન પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. વધુમાં શિવસેના પ્રમુખે કહ્યું કે, “મને મહારાષ્ટ્રમાં સત્તા જોઈએ છે, તેથી મેં બધી 288 બેઠકો પરથી ઉમેદવારોને બોલાવ્યા છે. હું તમામ મતક્ષેત્રોમાં પાર્ટીને મજબૂત કરવા માંગુ છું. જો ભાજપ સાથે ગઠબંધન થાય તો શિવસેના પોતાની બેઠકો પર ભાજપનો વિજય સુનિશ્ચિત કરવાનું કામ કરશે.
આ સિવાય તેમણે કહ્યું હતું કે, શિવસેનાનાં ઉમેદવારો જ્યાં પણ ચૂંટણી લડે ત્યાં ભાજપે ટેકો આપવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે શિવસેના જે મત વિસ્તારોમાં ચૂંટણી લડશે ત્યાં અમારી ચૂંટણી તૈયારીઓ પૂર્ણ થાય, ”તેમણે કાર્યકરોને પાર્ટી અને સાથી પક્ષનાં વફાદાર રહેવા વિનંતી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
