Not Set/ કડોદરા કેમિકલકાંડ બાબતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદો, પ્રહરીત કેમિકલને 50 લાખનો દંડ

તા. 9-2-2019 નાં રોજ સુરતમાં કડોદરા ખાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવાહી ઝેરી કેમિકલ ટેન્કર દ્વારા ઠાલવતા બે માણસોનાં મૃત્યુ થયેલ હતા. જે બાબતે વધુ તપાસ કરતા ઝગડિયા જીઆઇડીસીની પ્રહરીત પીગમેંટ એલએલપીમાંથી ઝેરી પ્રવાહી અને જોખમી રાસાયણિક કચરો ઠાલવતું હોવાનું બહાર આવ્યું હતું. બોગસ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ગેર-કાયદેસર રીતે સુરતમાં કડોદરા પાસે ખાડીમાં આ કચરાનો  નિકાલ કરવામાં આવ્યો […]

Top Stories Gujarat Others

તા. 9-2-2019 નાં રોજ સુરતમાં કડોદરા ખાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવાહી ઝેરી કેમિકલ ટેન્કર દ્વારા ઠાલવતા બે માણસોનાં મૃત્યુ થયેલ હતા. જે બાબતે વધુ તપાસ કરતા ઝગડિયા જીઆઇડીસીની પ્રહરીત પીગમેંટ એલએલપીમાંથી ઝેરી પ્રવાહી અને જોખમી રાસાયણિક કચરો ઠાલવતું હોવાનું બહાર આવ્યું હતું. બોગસ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ગેર-કાયદેસર રીતે સુરતમાં કડોદરા પાસે ખાડીમાં આ કચરાનો  નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની તા 15-2-19 નાં  રોજ ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નવી દિલ્હીને આ ઘટના બાબતે એક NGO દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી. જે અંગેનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે. અને પ્રહરિત કેમિકલને 50 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કંપનીની ક્લોઝર આપી એક જ મહિનામાં ફરી ચાલુ કરાવવાના મેળાપીપણામાં બે જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ કરી એક મહિનામાં તમામ વિગત આપવા આદેશ કર્યો છે. જે ફરિયાદને ગંભીરતાથી લઇ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તેને સુઓમોટો કેસ OA 362/2019 તરીકે દાખલ કરેલ હતી.

આ પણ વાંચો : પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખમાં કરાયો ફેરફાર

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.