અમદાવાદમાં આજે રીક્ષા ચાલકોએ હડતાળ બોલાવી છે. જેને લઇને શહેરીજનો આજે મુશ્કેલીમાં મુકાઇ શકે છે. શહેરમાં મોટા પાયે રીક્ષા છે, જે શહેરીજનોને અવર જવરમાં આસાનીથી મળતુ એક વાહન છે. જે હડતાળનાં કારણે બંધ થવાથી શહેરીજનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થઇ શકે છે. આપને જણાવી દઇએ કે આ હડતાળ ઓટો રીક્ષા યુનીયન દ્વારા બોલાવવામાં આવી છે.
અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાળનાં કારણે મુસાફરોની હાલાકીમાં વધારો થઇ શકે છે. ઓટોરીક્ષા યુનીયન દ્વારા આ હડતાળ બોલાવવામાં આવી છે. નવા વ્હિકલ એકટનાં વિરોધમાં અમદાવાદનાં રીક્ષાચાલકોએ આજે સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. જો કે આ બંધમાં સ્કૂલ રીક્ષા ચાલકો નહી જોડાય તેવુ પણ સામે આવી રહ્યુ છે.
નવા વ્હિકલ એક્ટનાં વિરોધમાં બોલાવવામાં આવેલ હડતાળથી રીક્ષા ચાલકો સરકારને સ્પષ્ટ સંદેશો આપવાનો પ્રયત્ન કરવા જઇ રહ્યા છે કે, આવા નિયમોથી સામાન્ય નાગરીકને સૌથી મોટી અસર થતી હોય છે. જોવાનુ રહેશે કે જે વ્યક્તિ પરસેવો પાડી બે ટાઇમનું ખાવાનું, બાળકોનું શિક્ષણ પૂરુ પાડે તે આ નવા ટ્રાફિક નિયમનાં ભંગ કરવા પર કરવામા આવતા દંડને કેવી રીતે ભરી શકે છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
