વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસનાં જ કેટલાક મહિલા સભ્યોએ કોંગ્રેસનાં સત્તાવાર ઉમેવાર સામે બળવો કરતા હવે શુક્રવારે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી યોજાશે. જેને લઇને આજે કોંગ્રેસ અને બળવાખોર સભ્યએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. જણાવી દઇએ કે જિલ્લા પંચાયતનાં પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્તની સાથે શાસક પક્ષ એવા કોંગ્રેસનાં 11 સભ્યોએ બળવો કરતા કોંગ્રેસ મોવડી મંડળે પન્નાબેન ભટ્ટને રાજીનામુ આપવાની ફરજ પાડી હતી. વધુમાં કોંગ્રેસનાં નીલાબેન ઉપાદ્યાયને મેન્ડેટ આપતા ફરી કોંગ્રેસમાં ભડકો થયો છે અને કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર ઇલાબેન ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, એટલું જ નહીં ભાજપે કોંગ્રેસનાં બળવાખોર ઈલાબેન ચૌહાણને બહારથી ટેકો આપ્યાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરા જિલ્લા પંચાયતની પ્રમુખ માટેની ચૂંટણી માટેનાં તકતો ગોઠવાઈ ગયા છે, કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર સામે કોંગ્રેસનાં જ મહિલા સભ્યએ બળવો કરતા આવતીકાલે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાશે. આજે કોંગ્રેસ અને બળવાખોર સભ્ય દ્વારા ઉમેદવારનાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લઈને જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ માટેની ચૂંટણી આવતીકાલ તારીખ શુક્રવારનાં રોજ યોજાનાર છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ની મહિલા સીટ હોવાથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી મહિલા ઉમેદવારોનાં નામ નક્કી કરીને આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતનાં પ્રમુખ માટેની ચુંટણી સામાન્ય સભા બોલાવીને યોજાશે.
ભાજપ સમગ્ર ઘટનાક્રમનો રાજકીય લાભ લઇ હાલ તો કોંગ્રેસનાં બાળવાખોર ઉમેદવારને ટેકો આપ્યો છે. જિલ્લા પંચાયતમાં કૂલ 36 સભ્યો છે. ભાજપનાં 14 સભ્યો છે, જ્યારે કોંગ્રેસનાં 22 સભ્યો છે હવે એ જોવાનું રહ્યું કે કોંગ્રેસ તેના 22 સભ્યોને અકબંધ રાખી વડોદરા જિલ્લા પંચાયતમાં સત્તા જાળવી રાખે છે કે ગુમાવે છે તેના પર સૌની મીટ છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
