Gujarat Weather:નવા વર્ષ 2026ની શરૂઆત ગુજરાતમાં હવામાનના (Weather) મોટા પલટા સાથે થઈ છે. રાજ્યના અલગ-અલગ ભાગોમાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદી છાંટા, ગાઢ ધુમ્મસ અને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ની અસરને કારણે આ પલટો આવ્યો છે, જેની અસર આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતા છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) ધુમ્મસ અને ઠંડીએ લોકોને પરેશાન કર્યા છે. ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વધી છે, તો વાહનચાલકોને વિઝિબિલિટી ઘટવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું.જલાલપોર તાલુકાના મરોલી પંથક સહિત કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન (Weather) માં ફેરફારને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો. ઠંડીના કારણે ઘણા લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે.

બનાસકાંઠા (Banaskantha), પાટણ (Patan) અને વાવ-થરાદના (Vav-tharad) સરહદી વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ડીસા, દાંતીવાડા, પાલનપુર, ધાનેરા, હારીજ, જમડા, થરાદ, લોરવાડા, લુણાલ તેમજ લાખણીના કુડા, મોરાલ અને આગથળા જેવા ગામોમાં વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ. વાહનચાલકોએ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું, જેનાથી જનજીવન પ્રભાવિત થયું.ધુમ્મસ અને ઠંડીને કારણે ખેતીના પાકોમાં નુકસાનની ભીતિ વધી છે. બટાકા, એરંડા, જીરું, રાયડો અને ઘઉં જેવા પાકોને રોગચાળાનું જોખમ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો.

અરવલ્લી પંથકમાં વહેલી સવારે તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી, પરંતુ શિયાળુ પાકો માટે આ ઠંડી ફાયદાકારક છે. આ પ્રકારનું હવામાન (Weather) થી ઘઉં સહિત અન્ય પાકોમાં ઉત્પાદન વધવાની આશા છે. ખેડૂતોમાં આનંદનો માહોલ છે.હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વાહનચાલકોને સાવધાની રાખવા અને ખેડૂતોને પાક રક્ષણ માટે તકેદારી લેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાનમાં (Weather) ફેરફાર થતાં કમોસમી વરસાદની આગાહી
પાકિસ્તાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે, આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદથી જીરું, કિસમિસ, એરંડા, ઘઉં, ચણા, તુવેર, ધાણા અને ઇસબગુલ સહિતના રવિ પાકોને નુકસાન થવાની આશંકા છે.

કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં ધોરાજી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર, જૂનાગઢ, રાજકોટ અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાવ, થરાદ અને સુઇગામ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જો આજે ફરી વરસાદ પડે તો કૃષિ પાકમાં ફૂગના રોગો જેવી સમસ્યાઓ ઊભી થશે. વધુમાં, કૃષિ નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે વરસાદ અને ભારે પવનના મિશ્રણથી પાકને નુકસાન થઈ શકે છે.
હવામાનની (Weather) આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને તેમના પાકને નુકસાનથી બચાવવા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. ખેડૂતોને ખુલ્લામાં બાકી રહેલા કોઈપણ કાપેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા વિનંતી કરવામાં આવી છે. તેમને તેમના પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકવા અને તેમના ખેતરોની આસપાસ માટીના પાળા બનાવવા પણ સૂચના આપવામાં આવી છે. ખાતર અને બીજને ભીના થવાથી બચાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, અને ખેડૂતોને આ સમયગાળા દરમિયાન જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. APMCના અધિકારીઓને અનાજ અને અન્ય કૃષિ પેદાશોને ઢાંકવા અથવા શેડ હેઠળ સંગ્રહ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
