Not Set/ અમદાવાદની ગુમ વૃષ્ટિને શોધવા સોહા અલી ખાને ટ્વીટ કરી અપીલ કરી

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા 5  દિવસથી ગુમ થઈ છે. જે અંગે નવરંગપુરા પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.  જેને લઈને બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાને ટ્વિટ કરી યુવતીને શોધવા માટે  લોકોને મદદ કરવા અપીલ કરી છે. પોતાના ટ્વિટમાં સોહા અલી ખાને લખ્યું છેકે.. વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા 5  દિવસથી ગુમ થઈ છે. જે અંગે નવરંગપુરા પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.  જેને લઈને બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાને ટ્વિટ કરી યુવતીને શોધવા માટે  લોકોને મદદ કરવા અપીલ કરી છે. પોતાના ટ્વિટમાં સોહા અલી ખાને લખ્યું છેકે.. વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે અને તેનો ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા ચિંતા કરી રહ્યાં છે, જેથી મદદ કરો અને એક મોબાઈલ નંબર લખ્યો છે.

સોહા અલી ખાન ના આ ટ્વીટ બાદ પોલીસપણ આ કેસ બાબતે સફાળી જાગી છે અને ગુમસુદા વૃષ્ટિને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. વૃષ્ટિ અને તેનો મિત્ર શિવમ બંને ઉવારસદ પાસે આવેલી કોલેજ ખાતે સાથે અભ્યાસ કરતાં હતા. અને તેમનું મોબાઈલ લોકેશ ટ્રેસ કરતાં મહેસાણા મળી આવ્યું હતું.

પોલીસ દ્વારા વૃષ્ટિના ગુમ થયાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. અને કોઈને તેની માહિતી મળે તો પોલીસ ને જાણકારી આપવા માટે કહેવામા આવ્યું છે. પોલીસ પાસે થી મળતી મમાહિતી પ્રમાણે શિવમનો પરિવાર અમેરિકા રહે છે. અને છેલ્લે વૃષ્ટિ શિવમ ના ઘરે થી  ગુમ થી હોવાનું જાણવા મળ્યું છે.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.