Not Set/ સુરેન્દ્રનગર : ભોગાવો નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી પસાર થતી ભોગાવો નદીમાં ત્રણ યુવાનો ડુબી જતાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ત્રણ યુવકો નદીમાં ડુબી ગયા હોવાનું જાણવા મળતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાજં સુધી કોઈ જ પત્તો લાગ્યો નહોતો. મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો માતાજીના નિવેધ હોવાથી ગામડે આવ્યા હતા અને ગરમીથી રાહત […]

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી પસાર થતી ભોગાવો નદીમાં ત્રણ યુવાનો ડુબી જતાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ત્રણ યુવકો નદીમાં ડુબી ગયા હોવાનું જાણવા મળતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાજં સુધી કોઈ જ પત્તો લાગ્યો નહોતો.

મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો માતાજીના નિવેધ હોવાથી ગામડે આવ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા નદીમાં નહાવા પડયા હતા અને ઊંડા પાણીમાં ગરક થયા હોવાની જાણ થતાં તરવૈયાઓ અને ફાયરની ટીમોએ તેની શોધખોળ હાથ ધરી છે.

સમગ્ર જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે જિલ્લાના ડેમો, તળાવ સહિત ભોગાવો નદી બે કાંઠે વરહી રહી છે. આવામાં ચુડા તાલુકાના મોરવાડ અને નવી મોરવાડ ગામ વચ્ચેથી પસાર થતી ભોગાવો નદીમાં ત્રણ યુવકો નહાવા પડયા હતાં. ત્યારે અચાનક ત્રણેય યુવાનો નદીના પાણીમાં ડુબી જતા આસપાસના લોકોને જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો