વિર ચક્રથી સન્માનિત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મંગળવારે ગાઝિયાબાદનાં હિંડન એરબેઝથી મિગ બાઇસનની વિમાન ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાની સ્થાપનાની 87 મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમણે હવામાં પોતાની કુશળતા બતાવી હતી. આ દરમિયાન તેમનુ સમ્માન પણ કરવામાં આવ્યું હતું. વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન ફેબ્રુઆરીમાં પાકિસ્તાન એરફોર્સ સાથેનાં અથડામણ દરમિયાન સરહદ પાર પડી ગયુ હતું. જે બાદ તેમની પાક આર્મી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાને તેને છોડવાનો નિર્ણય કર્યો હતો.
Indian Air Force (IAF) celebrates 87th anniversary on #AirForceDay2019 at Hindon Air Base in Ghaziabad. Army Chief General Bipin Rawat and IAF Chief, Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria present at the event. pic.twitter.com/w6GQLTJlKB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2019
ભારતીય વાયુ સેનાનાં સ્થાપના દિવસે હિંડન એરબેઝ ખાતે એરફોર્સ ડે પરેડમાં એરફોર્સનાં ચીફ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયા અને આર્મી ચીફ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ત્રણ મિરાજ-2000 વિમાન અને બે સુખોઈ-30 એમકેઆઇ વિમાન ‘એવેન્જર ફોર્મેશને’ પણ ઉડાન ભરી હતી.
Ghaziabad: Aircraft of Indian Air Force fly at Hindon Air Base during the event on #AirForceDay today. Wing Commander #AbhinandanVarthaman flew a MiG Bison Aircraft, 3 Mirage 2000 aircraft & 2 Su-30MKI fighter aircraft were also flown by pilots who took part in Balakot air strike pic.twitter.com/nlEqavrj3w
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2019
તમામ વિમાનને વિમાનચાલકો દ્વારા ઉડાડવામાં આવ્યા હતા, જેઓ બાલાકોટ કામગીરીમાં સામેલ હતા. એર શોમાં ફાઇટર હેલિકોપ્ટર અપાચે અને હેવી લિફ્ટ હેલિકોપ્ટર ચિનૂકે પણ પોતાની શક્તિ બતાવી હતી.
#WATCH Ghaziabad: Wing Commander #AbhinandanVarthaman leads a 'MiG formation' and flies a MiG Bison Aircraft at Hindon Air Base on #AirForceDay today. pic.twitter.com/bRpgW7MUxu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2019
ભારતીય વાયુસેનાનાં ચીફ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, દેશ દ્વારા આપેલા ભરોસા અને સમર્થન માટે અમે આભારી છીએ. પડોશમાં હાલનું સુરક્ષા વાતાવરણ ચિંતાનું ગંભીર કારણ છે. પુલવામા હુમલો રક્ષા પ્રતિષ્ઠાનો માટે સતત જોખમની યાદ અપાવે છે.
#AirForceDay: Air Fighter Pilots who took part in Balakot air strikes have been included in the parade as a mark of tribute to the teams which carried out the strike on February 26 and thwarted the Pakistani aerial attack on February 27. https://t.co/tiEgd0zYD6
— ANI (@ANI) October 8, 2019
આપને જણાવી દઈએ કે, અભિનંદન ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સાથેનાં મુકાબલોમાં ઘાયલ થયા બાદ હાલમાં છ મહિનાની રજા પર હતો. તેણે સપ્ટેમ્બરમાં પરત ફર્યા બાદ પઠાણકોટ એરબેઝથી મિગ-21 માં ઉડાન ભરી હતી. આ વિમાનને એર ફોર્સનાં ચીફ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ ઉડાવ્યું હતું. વર્ધમાન તેની સાથે હતો. અભિનંદનને યુદ્ધ દરમિયાન તેની હિંમત બદલ સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. યુદ્ધ દરમિયાન આપવામાં આવેલ તે ત્રીજો સર્વોચ્ચ સૈન્ય સન્માન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
