Not Set/ અરવલ્લી : પેટા ચૂંટણીનો જામ્યો માહોલ, કોંગ્રેસ બાદ ભાજપમાં ગાબડા

ગુજરાતભરની નજર જે બે વિધાનસભાની બેઠકો પર છે, તે રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીની રાજકીય રંગત જામતી જોવામાં આવી રહી છે. આજ કાલ રાજકારણની કક્ષાની વાત ન કરવામાં આવે એટલી સારી છે, કારણ કે નવી પેઢીએ કોઇ દિવસ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું જ નથી અને આટલા વર્ષનાં શાસન પછી પણ ચૂંટણીમાં પોતાના કરેલા […]

Top Stories Gujarat Others

ગુજરાતભરની નજર જે બે વિધાનસભાની બેઠકો પર છે, તે રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીની રાજકીય રંગત જામતી જોવામાં આવી રહી છે. આજ કાલ રાજકારણની કક્ષાની વાત ન કરવામાં આવે એટલી સારી છે, કારણ કે નવી પેઢીએ કોઇ દિવસ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું જ નથી અને આટલા વર્ષનાં શાસન પછી પણ ચૂંટણીમાં પોતાના કરેલા કામને વર્ણાવવાને બદલે ભાજપ અને કોંગ્રેસ એક બીજાનાં ગઢમાં ગાબળા પડી બાજી મારી લેવાની મનચ્છા આજે પણ રાખે છે.

આમતો આ વાત પ્રજા માટે એક પ્રકારે નેગેટીવ પાસુ કહેવું ઘટે, કારણ કે શાસક પક્ષ નથી શાસનનાં લેખા જોખા આપી રહ્યો અને વિરોધ પક્ષને વિરોઘ કરતા ન આવડતું હો.ય તેવું તમામ જગ્યાએ જોવામાં આવે છે. ત્યારે આજે ફરી ગઢમાં ગાબડાનો સીલ સીલો જોવામાં આવી રહ્યો છે.

અરવલ્લીમાં આજે ભાજપમાં ગાબડું પડતું જોવામાં આવ્યું છે. ભાજપનાં 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. એમ કહી શકાય કે કોંગ્રેસનો ભાજપને આ ગાબડા સામે ગાબડું પાડી વળતો જવાબ આપવામાં આવ્યો છે. અરાવલ્લીનાં બાયડની બેઠક માટે માલપુરમાં કોંગ્રેસનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય પાસે જ કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરનાં હસ્તે 100થી વધુ ભાજપનાં કાર્યકરતાને ખેસ પહેરાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા 50 કોંગી કાર્યકરોને ભાજપમાં જોડી આ ગાબળા યુદ્વનું રણશીંગુ ફૂંક્યું હતું, તો આજે કોંગ્રેસ દ્વારા આ ગાબડા સામે ગાબડું પાડી તેનો બદલો લેવામાં આવ્યો હોવાની વાત થતી સાંભળવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે બાયડ બેઠક પરથી ભાજપ તરફે કોંગ્રેસનાં બળવાકોર નેતા ઘવલસિંહ ઝાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બાયડ બેઠક આમતો વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસ આ બેઠક જીતી બળવાખોર ઘવલસિંહને બરોબરનો પાઠ ભણાવવા માટે તત્પર જોવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.