- કાશ્મીર ઘાટીમાં શિયાળામાં છવાશે બરફની ચાદર
- 10મી ઓક્ટોબરથી પ્રવાસીઓ ફરીથી આવશે કાશ્મીર
- રાજ્યપાલે લીધો મહત્વનો નિર્ણય
- હવે ફરી વિવિધ પર્યટક સ્થળોનો કરશે પ્રવાસ
- ઘાટીના 10 પોલીસ મથકમાં હાલ 144 લાગુ
- 186 પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવાયો કરફ્યુ
- બે મહિનામાં કોઈ ગોળીબાર નહીં થયાનો દાવો
- ઘાટી વિસ્તારમાં જનજીવન થઈ રહ્યું છે ધબકતું
- એક પછી એક પ્રતિબંધ ઉઠાવાય રહ્યાં છે
- કેન્દ્ર સરકારની કાશ્મીરની સ્થિતિ ઉપર નજર
કાશ્મીરના ઘાટી વિસ્તાર પર આગામી દિવસોમાં શિયાળાની હીમ વર્ષાના કારણે બરફની ચાદર છવાઈ જશે. ત્યારે કાશ્મીરમાં આવી મુલાકાતી – પ્રવાસીઓ ઘાટીની સુંદરતા માણી શકશે તેવા હેતુંથી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત રાખવામાં આવી છે.
હાલ ઘાટીમાં જનજીવન સામાન્ય બની રહી છે. તેમજ આર્ટીકલ 370 હટાવ્યા બાદ NSA અજીત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમજ સમગ્ર પરિસ્થિતિનો તાગ મળવ્યો હતો. એટલું જ નહીં અજીત ડોભાલે સ્થાનિકો સાથે અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન ઈદની પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી. એટલું જ નહીં અનેક નવયુગલો લગ્નગ્રંથિથી પણ જોડાયા હતાા. હાલ જનજીવન રાબેતા મુજબ થયું હોવાથી પ્રવાાસન ઉપર મુકવામાં આાવેલી પાબંદીઓ દૂર કરવામાાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ પ્રથમવાર પ્રવાસીઓ તા. 10મી ઓક્ટોબરથી કાશ્મીરની ઘાટીઓની મુલાકાત લઈ શકશે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ભાંગફોડની પ્રવૃતિને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. તેમજ મહેબુબા મુફ્તી સહિતના રાજકીય આગેવાનો ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના લેહ, જમ્મુ-કાશ્મીરના દાલ સરોવર, ગુલબર્ગ, વૈષ્ણદેવી, ઉધમપુર, પટનીટોપ સહિતના પ્રવાસન સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત બનાવવામાં આવી છે. જેથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ પ્રથમવાર પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર અને લદાખની સુંદરને માણી શકશે.
કેન્દ્ર સરકારના આર્ટીકલ 370 હટાવવાના નિર્ણય બાદ સમગ્ર પરિસ્થિતિ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં ઘાટીના 196 પોલીસ સ્ટેશન પૈકી હાલ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ છે. એટલું જ નહીં છેલ્લા બે મહિનામાં એક પણ ગોળીબાર નહીં થયાનો અને કોઈનું મોત નહીં થયા હોવાનું સરકાર દ્વાર જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે મોટાભાગના વિસ્તારોમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. તેમજ ઘાટી વિસ્તારમાં જનજીવન રાબેતા મુજબ થઈ ગયું છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં શાળા કોલેજો પણ શરૂ થઈ ગઈ છે.

ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા અટાકાવ્યા બાદ પર્યટકોને સુરક્ષાના કારણોસર કાશ્મીર છોડવા તાકીદ કરી હતી. તેમજ જમ્મુ-કાશ્મીરમાં વધારાની સુરક્ષા એજન્સીઓ ફાળવીને સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરી હતી. આ ઉપરાંત ભાગલાવાદી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ રાજકીય આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યાં હતા.
કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થતા કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો એક પછી એક હળવા કરવામાં આવ્યાં હતા. આ સમયગાળામાં જ જમ્મુ-કાશ્મીરમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સ્ટેપ બાય સ્ટેપ વિવિધ વિસ્તારમાંથી કરફ્યુ દૂર કરવામાં આવ્યો હતો. તેમજ શાળા-કોલેજો પણ પુનઃ શરૂ કરવામાં આવી હતી. તેમજ ફોન સેવા પણ શરૂ કરવામાં આવી હતી. આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરાવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તેમજ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતી હોવાની અટકળો વહેતી થઈ હતી. જેથી બોર્ડર ઉપર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તેમજ ભાંગફોડ પ્રવૃતિ આચરતા શખ્સો ઉપર નજર રાખવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીંના સ્થાનિકોને પ્રવાસનના કારણે જ રોજગારી મળે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓના આગમન ઉપર પાબંધી હોવાથી પ્રવાસનના વ્યવવસાય સાથે સંકળાયેલા લોક આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, આગામી દિવસોમાં ફરીથી કાશ્મીરરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી. ત્યાર બાદ પ્રવાસીઓ માટે મુકવામાં આવેલો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આગામી તા. 10મી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે કાશ્મીરના દ્રાર ખોલવામાં આવશે.
છેલ્લા કેટવાક વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ વધી હતી. જેના માટે આર્ટીકલ 370 જ જવાબદાર હોવાનો સરકારે દાવો કર્યો હતો. હવે આર્ટીકલ 370 દૂર થયા બાદ જમ્મુ-કાશ્મીરનો વિકાસ થશે.. એટલું જ નહીં સ્થાનિક યુવાનોને રોજગારી મળવાની આશાઓ વ્યક્ત થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં નવા ઉદ્યોગિક એકમો આવવાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળશે. એટલું જ નહીં અહીંની પ્રજાને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો પણ લાભ મળશે. આગામી દસ વર્ષમાં જમ્મુ-કાશ્મીર દેશના વિકસિત રાજ્યોની હરોળમાં આવી જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આગામી તા. 10મી ઓક્ટોબરથી પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લઈ શકશે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસો કાશ્મીરના પ્રવાસે આવનારા પ્રવાસીઓએ પણ સુરક્ષાને વધારે મહત્વ આપવું પડશે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓની સુચનાઓનું ચુસ્ત પાલન કરવુ પડશે. તેમજ સુરક્ષા એજન્સીઓની સુચનાઓનું પાલન કરવુ પડશે. એટલું જ નહીં પ્રવાસ દરમિયાન કોઈ વાંધાજનક પ્રવૃતિ નજરે પડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવો પડશે. જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાશે.
કાશ્મીરમાં પ્રવાસીઓ માટે મુકવાનો પ્રતિબંધ ઉઠતાની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરીથી કાશ્મીરની ઘાટીમાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત આતંકવાદીઓની નજર કાશ્મીર ઉપર મંડાયેલી હોવાથી પોલીસ અધિકારીઓ પણ તમામ ગતિવીધી ઉપર નજર રાખી રહ્યાં છે. આતંકવાદીઓ પ્રવાસીઓને નિશાન બનાવે તેવી શકયતાઓને આધારે પોલીસ અધિકારીઓમાં પણ બેઠકનો દોરો શરૂ થયો છે. તેમજ પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.
બે મહિના બાદ ફરીથી કાશ્મીરમાં પર્યટન માટે લોકો આવવાના હોવાથી સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ફરીથી કાશ્મીર પહેલાની જેમ જ પ્રવાસીઓથી ઉભરાવવાની આશા રાખી રહ્યાં છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે છેે. બીજી તરફ ભારત સહિત દેશ-દુનિયાના લોકો ફરીથી કાશ્મીરની સુંદરતાને નિહાળી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
