Gandhinagar News/ 67.81 લાખની રકમનો સત્તાનો દુરૂપયોગ કરનારા ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમીટેડ ગાંધીનગરના મહિલા અધિકારી તથા અન્યો સામે ACBમાં ગુનો દાખલ

કેટલીક અજાણી સંસ્થા અન અધિકૃત વિક્રેતાની તરફેણમાં પણ ખોટી રીતે ચુકવણી કરવામાં આવી હોવાનું જણાયું હતું

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ACB એ આ કેસમાં ગાંધીનગર ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમીટેડના ડેપ્યુટી ડાયરેક્ટર (સર્વિસ) અને જનરલ મેનેજર (એકાઉન્ટ) સમીર મહેતા તથા એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચી ભાવસાર તથા અન્યો વિરૂધ્ધ રૂ.67,81,244 રકમનો સત્તાના દુરૂપયોગનો ગુનો એસીબીમાં નોંધાયો હતો.ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમીટેડ (GIL)ગુજરાત સરકારનો ઉપક્રમ છે. કંપનીનું મુખ્ય કામ GIL ના વિકાસ માટે સરકારના અલગ અલગ વિભાગોને જરૂર પડતા હાર્ડવેર તથા સોફ્ટવેરની જરૂરિયાત પૂરી પાડવા માટે કન્સલટન્ટ તરીકેનું કામ છે.

કંપની દ્વારા 2017-18માં કરવામાં આવેલી કાર્યવાહી અને હિસાબોની આંતરિક ચકાસણીની પ્રાથમિક તપાસમાં સમીર મહેતા, રૂચિ ભાવસારે સોની ટ્રાવેલ્સના માલિક અશ્વિન સોની સાથે મેળાપીપણું કરીને પેમેન્ટ રેકમેન્ડેશન વાઉચર માં દર્શાવેલ રકમ કરતા વધુ નાણાંનું ચુકવણું કરેલાનું જણાયું હતું. તેમજ અન્ય કેટલીક અજાણી સંસ્થા અન અધિકૃત વિક્રેતાની તરફેણમાં પણ ખોટી રીતે ચુકવણી કરવામાં આવી હોવાનું જણાયું હતું. જેને પગલે તેમની સામે એસીબીમાં ગુનો નોંધાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: અમદાવાદ:બોગસ ડોકટરો સામે તવાઇ લાંભામાં બોગસ તબીબો ઝડપાયા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા તબીબો 6 ડોક્ટરોના એકમો સીલ કરાયા

આ પણ વાંચો: બોગસ ડૉક્ટર/ સુરત જિલ્લામાં ફાટ્યો રાફડો, ચાર બોગસ તબીબો ઝડપાયા

આ પણ વાંચો: રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ