જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાનાં ત્રણ ગામોમાં છેલ્લા ચારેક દિવસથી ભૂકંપના આચકા અનુભવાઈ રહ્યા છે. દિવસમાં 7 થી 8 વાર અનુભવતા આ આંચકા ને લઈને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે. આંચકા આવતા ઘરના બારી બારણાં અને વાસણો ધણધણી ઉઠે છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કાલાવડના સરાપાદરા, ખાનકોટડા અને બેરાજા ગામે આંચકા અનુભવ થઈ રહ્યો છે. આ ત્રણ ગામમાં 3 રિકટર સ્કેલના આંચકા અનુભવ થઈ રહ્યો છે. ભૂકંપ ના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
