Not Set/ દિલ્હી : સોનિયા વિહારના કેમિકલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ

દિલ્હી, દિલ્હીના સોનિયા વિહારમાં ભારે આગની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે હજી સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. આગને પગલે આસપાસના લોકોમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીના સોનિયા વિહારના કેમિકલ ગોડાઉનમાં શુક્રવારે અચાનક આગ […]

India

દિલ્હી,

દિલ્હીના સોનિયા વિહારમાં ભારે આગની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે હજી સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. આગને પગલે આસપાસના લોકોમાં ખળભળાટ મચી ગયો છે.

દિલ્હીના સોનિયા વિહારના કેમિકલ ગોડાઉનમાં શુક્રવારે અચાનક આગ લાગી ગઈ. ગોડાઉમાંથી ધુમાડો વધતો જોઈને લોકોએ ફાયર વિભાગ અને પોલીસને તેના વિશે જાણ કરી હતી. આ તકે પોલીસ અને ફાયર બ્રિગેડની 12 વાહનો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. જો કે હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

આપણે જણાવી દઈએ કે  ગોડાઉમાં આગ લાગી ત્યારે ઘણા કર્મચારીઓ હાજર હતા. જો કે, આગને કારણે કોઈ કર્મચારીને ઇજા થઈ નથી, કારણ કે અગ્નિશામકોએ નજીકના લોકોની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે ગોડાઉનમાંથી બહાર કાઢ્યા છે. આ પહેલા પણ દિલ્હીની અનેક જગલોમાં આગ લાગી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.