Not Set/ Forbes List 2019 : આ છે ભારતનાં ટોપ 10 ધનિકોની યાદી, મુકેશ અંબાણી બન્યા એકવાર ફરી નંબર વન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેયરમેન મુકેશ અંબાણી ફરી એકવાર ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સે ભારતનાં ટોચનાં 100 ધનિક લોકોની યાદી જાહેર કરી છે, જેમાં મુકેશ અંબાણી સતત 12 મા વર્ષે ટોચ પર છે. વળી અદાણી બંદરોનાં માલિક ગૌતમ અદાણી આ યાદીમાં બીજા ક્રમે છે. ગૌતમ અદાણીએ આ યાદીમાં આઠ પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાવ્યો છે. આ […]

Top Stories India

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેયરમેન મુકેશ અંબાણી ફરી એકવાર ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સે ભારતનાં ટોચનાં 100 ધનિક લોકોની યાદી જાહેર કરી છે, જેમાં મુકેશ અંબાણી સતત 12 મા વર્ષે ટોચ પર છે. વળી અદાણી બંદરોનાં માલિક ગૌતમ અદાણી આ યાદીમાં બીજા ક્રમે છે. ગૌતમ અદાણીએ આ યાદીમાં આઠ પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાવ્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને અશોક લેલેન્ડનાં હિન્દુજા બ્રધર્સ, ચોથા સ્થાને શાપૂર્જી પલ્લોંજી ગ્રુપનાં પી. મિસ્ત્રી અને પાંચમાં ક્રમે કોટક મહિન્દ્રા બેંકનાં ઉદય કોટક છે. ઉદય કોટક પ્રથમ વખત આ યાદીમાં ટોપ પાંચમાં સ્થાન મેળવ્યું છે.

ફોર્બ્સની યાદી મુજબ, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 51.4 અબજ ડોલર છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં 4.1 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ત્રણ વર્ષ જૂનું ટેલિકોમ યુનિટ ‘જિયો’ 340 મિલિયન ગ્રાહકો સાથે ભારતનાં સૌથી મોટા મોબાઇલ વાહક કંપનીમાં જોડાયું છે. જો કે, આ વર્ષ આર્થિક મંદીનાં કારણે ખૂબ જ પડકારજનક રહ્યું છે અને 2019 ની યાદીમાં દિગ્ગજોની કુલ સંપત્તિમાં 8 ટકાનો ઘટાડો થયો છે.

એચસીએલ ટેકનોલોજીનાં શિવ નાડાર, ફોર્બ્સનાં સૌથી ધનિક ભારતીયમાં છઠ્ઠા ક્રમે છે, જેની સંપત્તિ 14.4 બિલિયન ડોલર છે. સાતમા ક્રમે 14.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એવન્યુ સુપરમાર્ટનાં રાધાકૃષ્ણન દમાની છે. આઠમા સ્થાને ગોદરેજ ગ્રુપની ગોદરેજ ફેમિલી છે, જેની કુલ સંપત્તિ 12 બિલિયન ડોલક છે. વળી, નવમા સ્થાને 10.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે આર્સેલર મિત્તલની લક્ષ્મી મિત્તલ છે. 10 માં સ્થાને 9.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે આદિત્ય બિરલા ગ્રુપનાં માલિક કુમાર મંગલમ બિરલા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.