Not Set/ પોલીસ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો કરાયો શેર, મહિલા પોલીસ કર્મીઓ થઇ લેફ્ટ

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોર્ન વીડિયો સાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ જેને આવા વીડિયો જોવાનો શોખ છે તે લોકો માટે તે માત્ર ઢોંગ છે. પોલીસ કર્મીઓ પણ આ કામોમાં હવે પાછળ નથી. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનાં એક સબ ઈન્સ્પેક્ટરએ પોલીસ સ્ટેશનનાં વોટ્સએપ ગ્રુપ પર એક પોર્ન વીડિયો પોસ્ટ કર્યો છે. જે બાદ પોલીસ […]

Top Stories India

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોર્ન વીડિયો સાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ જેને આવા વીડિયો જોવાનો શોખ છે તે લોકો માટે તે માત્ર ઢોંગ છે. પોલીસ કર્મીઓ પણ આ કામોમાં હવે પાછળ નથી. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનાં એક સબ ઈન્સ્પેક્ટરએ પોલીસ સ્ટેશનનાં વોટ્સએપ ગ્રુપ પર એક પોર્ન વીડિયો પોસ્ટ કર્યો છે. જે બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ તમામ ઈન્સ્પેક્ટર રાજધાનીના બાગસેવનિયા પોલીસ સ્ટેશનમાં તૈનાત છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગંભીર બનાવો વિશે તાત્કાલિક માહિતી અને અધિકારીઓ સુધી સળગતા મુદ્દાઓ પહોંચાડવા માટે, રાજધાનીમાં દરેક પોલીસ સ્ટેશન સ્તરે એક ડિજીટલ વોલિએન્ટરી વોટ્સએપ ગ્રુપની રચના કરવામાં આવી છે. ઉદ્દેશ એ છે કે તુરંત જ દરેક ગંભીર ઘટનાઓ વિશે જાણ થઈ શકે, પરંતુ મોટાભાગનાં ગ્રુપ પોતાના ઇરાદાઓથી ભટકતા જોવા મળે છે. માહિતીનાં આપલે માટે ઓછી અને સાહેબોને ખુશ કરવા અને ચાપલૂસી કરવા માટેની પોસ્ટ્સ વધુ થવા લાગી છે. સાહેબ આવી પોસ્ટ્સ પર ખુશ થશે તેવુ સમજી સતત આવુ કરવામાં આવતુ હોવાનુ પણ સુત્રો જણાવી રહ્યા છે.

રવિવારે પોલીસ સ્ટેશનનાં સબ ઈન્સ્પેક્ટર વિમલકુમાર શુક્લાએ એક અશ્લીલ વીડિયો ક્લિપ પોસ્ટ કરીદરેક હદ વટાવી દીધી. તે પણ થોડીક સેકંડ માટે નહીં, પણ એક મિનિટથી વધુની. અશ્લીલ વીડિયો પોસ્ટ થયા બાદ ગ્રુપમાં ખળભળાટ મચી ગયો હતો. ઘણી મહિલા પોલીસકર્મીઓ પણ તેમાં સામેલ હોવાથી અશ્લીલ વીડિયો જોયા પછી શરમજનક હોવાને કારણે ગ્રુપની કેટલીક મહિલાઓ અને પુરુષો ગ્રુપમાંથી બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયોનો સ્ક્રીનશોટ સામે આવતા ગ્રુપનો જાણે મજાક બની ગયો હતો. મોડી સાંજે ઉચ્ચ અધિકારીઓનાં આદેશ બાદ આખરે આ ગ્રુપને ડીલિટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જે પોલીસ આપણી રક્ષા માટે ગુના રોકવા માટે છે તે જ આ પ્રકારની માનસિકતાથી ભરાયેલી હોય ત્યારે સામાન્ય નાગરીક આવા પોલીસ અધિકારી કે કર્મીઓ પાસેથી શું આશા રાખી શકે? જો કે આ ગ્રુપમાં ઘણા પોલીસ કર્મીઓને આ પ્રકારની પોસ્ટ પર આપત્તિ હોવાથી તેમણે આ ગ્રુપથી લેફ્ટ થઇ જવાનુ જ પસંદ કર્યુ હતુ. અહી સૌથી મોટી વાત એ પણ રહી કે આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતા આ પ્રકારની વીડોયો ક્લિપ શેર કરવી એક નીમ્ન કક્ષાની માનસિકતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.