Not Set/ ધોરાજી / હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના 243માં ઐતિહાસિક ઉર્ષનો પ્રારંભ

ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના 243 માં ઐતિહાસિક ઉર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેર ના મુખ્ય માર્ગો પર આદિવાસી નૃત્ય સાથે વીશાળ સંદલ શરીફ નીકળ્યું હતું. મુસ્લિમ અગ્રણીઓનું અને મેળા આયોજકો ઉર્ષ શરીફની વિવિધ સમિતિના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ક્રાર્યક્રમાં માલધારી સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી, લઘુમતી ભાજપ અગ્રણી બોદુભાઇ ચૌહાણ, ધોરાજી પાલિકા […]

Gujarat Others Navratri 2022

ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના 243 માં ઐતિહાસિક ઉર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેર ના મુખ્ય માર્ગો પર આદિવાસી નૃત્ય સાથે વીશાળ સંદલ શરીફ નીકળ્યું હતું. મુસ્લિમ અગ્રણીઓનું અને મેળા આયોજકો ઉર્ષ શરીફની વિવિધ સમિતિના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ક્રાર્યક્રમાં માલધારી સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી, લઘુમતી ભાજપ અગ્રણી બોદુભાઇ ચૌહાણ, ધોરાજી પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાના, ઈમ્તિયાઝભાઈ ખોખરા, મોહમ્મદ કાસીમ ગરાના સહિતના લોકો હાજર રહ્યા હતા. તો લોક મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો.

ધોરાજી ભારત ભરના હિન્દૂ મુસ્લિમો ની એકતા ને કાયમી અખંડ રાખતું ધોરાજી શહેર માં આવેલ ભારતનું સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાની ના ૨૪૩ માં ઐતિહાસિક ઉર્ષ ના મેળાનું દબદબા ભેર પ્રારંભ થયો છે.

તા 17 ને ગુરુવારે બપોરે 3 કલાકે ખાદીમોનું, મુસ્લિમ અગ્રણીઓનું અને મેળા આયોજકો ઉર્ષ શરીફ ની  વિવિધ સમિતિના કાર્યકરોનું સન્માન ખાદીમ  સૈયદ રફીકમિયા ગફારમિયા સૈયદ હુસેનમિયા ગફારમિયા સૈયદ આહમદમિયાં ઈબ્રાહીમમીયા સૈયદ ઇસ્માઇલમિયાં ઈબ્રાહીમમીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું

આ તકે મુસ્લિમ સમાજના મોભી સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી, લઘુમતી ભાજપ અગ્રણી બોદુભાઇ ચૌહાણ, ધોરાજી પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાના, ઈમ્તિયાઝભાઈ ખોખરા મોહમ્મદ કાસીમ ગરાના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન બાદ દુઆ  એ ખેર અને દેશ ની રક્ષા અને ભારતભરમાં કોમી એકતા જળવાઈ રહે માટે ખાદીમો દ્વારા દુઆ એ ખેર કરવામાં આવેલ હતી. બાદમાં ઢોલ નગારાના નાદ સાથે જાંબુરના સીદીબાદશાહના આદિવાસી નૃત્ય સાથે વીશાળ સંદલ શરીફ નીકળ્યું હતું.  જે શહેર ના મુખ્ય માર્ગો પર ફર્યું હતું

ઉર્ષના ચાર દિવસ સુધી યોજાનાર ભવ્ય લોકમેળા ને પણ આયોજક મુસીરભાઈ માજોઠી, બોદુભાઇ ચૌહાણ, ઇમુ ખલિફા,  રફીકમિયા સૈયદ દ્વારા દરગાહ શરીફ ના ખાદીમો ની ઉપસ્થિતિ માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકમેળા માં ચાર દિવસ સુધી લાખો લોકો મનોરંજન માણશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે ધોરાજી ના પીઆઇ વિનોદ કુમાર જોશી એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.