હરિયાણા વિધાનસભાની ચૂંટણી 2019 માં વધુને વધુ બેઠકો જીતવા માટે, તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પૂરા જોશ સાથે પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન શુક્રવારે રેવાડીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરેખર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચૂંટણી સભાને સંબોધન કર્યા પછી દિલ્હી આવી રહ્યા હતા. દરમિયાન ખરાબ હવામાનને કારણે તેનું હેલિકોપ્ટર ઇમરજન્સીમાં ઉતારવું પડ્યું હતું. જો કે, કોઈને નુકસાન થયાનાં કોઇ ખબર નથી.
આપને જણાવી દઇએ કે ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીનાં હેલિકોપ્ટરનું આ બીજીવાર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું છે. પૂર્વે લોકસભાની ચૂંટણી સમયે પૂર્વોત્તર રાજ્યનાં પ્રવાસ સમયે પણ તેમનાં હેલિકોપ્ટરમા ખરાબી સર્જાતા ઇમરજન્સી સર્જાઇ હતી. તો લોકસભા પ્રચારમાં રાહુલ ગાંધી હોલિકેપ્ટરનો દરવાજ્જો રિપેરીંગ કરતા પણ જોવા મળ્યા હતા. દિલ્હીથી મુંબઇ લોકસભા પ્રચારમાં જવા સમયે પણ રાહુુલનાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેમને પરત દિલ્હી ફરવું પડ્યું હતું. આપને એ પણ જાણાવી દઇએ કે , કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાજેશ પાયલોટનું આવી જ એક દુર્ભાગ્ય પૂર્ણ હવાઇ દુર્ધટનામાં મૃત્યું થયું હતું.
Haryana: Congress leader Rahul Gandhi's chopper made an emergency landing in Rewari's KLP College today, due to bad weather while returning to Delhi from Mahendragarh after addressing an election rally. He later left for Delhi by road. pic.twitter.com/DMV3f2Xtuj
— ANI (@ANI) October 18, 2019
રાહુલ ગાંધી હરિયાણાના મહેન્દ્રગઢમાં ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. અહીંથી દિલ્હી પરત ફરતા સમયે હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતું. જેનાં કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને રેવારીના કેએલપી કોલેજ ગ્રાઉન્ડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવવામાં આવ્યું હતું. અહીંથી તે માર્ગ દ્વારા દિલ્હી જવા રવાના થયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી રેલીને વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધન કરવાના હતા. પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તેણી જોડાયા ન હતા. તેમની જગ્યાએ, તેમના પુત્ર રાહુલ ગાંધીએ રેલીને સંબોધન કર્યું હતું. સોનિયા ગાંધીએ તેમની તબિયત ખરાબ હોવાને કારણે 2019 ની લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ન કર્યો. વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પરત ફર્યા બાદ આ તેમની પ્રથમ રેલી હતી.
નોંધનીય છે કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચ એક તબક્કામાં 80 સભ્યોની હરિયાણા વિધાનસભામાં મતદાન કરશે. લગભગ 1.82 કરોડ મતદારો 1169 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે કુલ 1169 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 24 ઓક્ટોબરે વોટોની ગણતરી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
