જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં ભૂકંપનાં આચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઇ હતી. અચાનક આવેલા ભૂકંપનાં આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આ ભૂંકપ પહેલીવાર આવ્યો નથી. એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
જામનગર જીલ્લાનાં કાલાવડ પંથકમાં આવેલા ભૂકંપનાં આંચકાથી લોકોમાં એક ભયનો માહોલ સર્જાઇ ગયો છે. સ્થાનિક લોકો આ ભૂકંપનાં આંચકા છેલ્લા ઘણા દિવસોથી અનુભવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, તાલુકાનાં ત્રણેય ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપનાં આચકા અનુભવાઈ રહ્યા છે. દિવસમાં 7 થી 8 વાર અનુભવતા આ આંચકાને લઈને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે. આંચકા આવતા ઘરનાં બારી,બારણાં અને વાસણો ધણધણી ઉઠે છે. સદનસીબે કોઈ જાનહાની થઈ હોવાનુ સામે આવ્યુ નથી. કાલાવડનાં સરાપાદરા, ખાનકોટડા અને બેરાજા ગામે આંચકા અનુભવાઈ રહ્યા છે. આ ત્રણ ગામમાં 3 રિક્ટર સ્કેલનાં આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂકંપનાં આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
