Not Set/ કલર્સના રિયાલિટી શો બિગ બોસ પર જોખમ, પ્રકાશ જાવડેકરે શું કહ્યું ..?

કલર્સ ચેનલ પર રિયાલિટી શો બિગ બોસના સતત વિરોધને કારણે હવે માહિતી પ્રસારણ પ્રધાનનું નિવેદન બહાર આવ્યું છે. પ્રકાશ જાવડેકરે ખાતરી આપી છે કે મંત્રાલય આ મામલાની નોંધ લેશે. કલર્સ પર આવતા આ શો પર પ્રતિબંધ મુકવા માટે સોશિયલ મીડિયા પર ઘણી બધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શોના પહેલા એપિસોડથી જ લોકો આ શોનો […]

Entertainment

કલર્સ ચેનલ પર રિયાલિટી શો બિગ બોસના સતત વિરોધને કારણે હવે માહિતી પ્રસારણ પ્રધાનનું નિવેદન બહાર આવ્યું છે. પ્રકાશ જાવડેકરે ખાતરી આપી છે કે મંત્રાલય આ મામલાની નોંધ લેશે. કલર્સ પર આવતા આ શો પર પ્રતિબંધ મુકવા માટે સોશિયલ મીડિયા પર ઘણી બધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

શોના પહેલા એપિસોડથી જ લોકો આ શોનો વિરોધ કરી રહ્યા છે. શરૂઆતમાં, બે લોકોએ પથારી શેર કરવાની હતી. ત્યાં ઘણો વિવાદ થયો હતો. લોકોએ શો પર લવ જેહાદ અને અશ્લીલતા ફેલાવવા જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. આ પછી, બિગ બોસે શોના નિયમોમાં ફેરફાર કર્યા. તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમને મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે બિગ બોસ સામે આવી રહેલી ફરિયાદો પર ધ્યાન આપવું.

લોકો આ શો અને કલર્સ ટીવી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર, લોકો આ શો વિષે વિવિધ રીતે લખે છે. એક યુઝરે પૂછ્યું કે, શા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય આ મામલે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. કેટલાક લોકો બિગ બોસના સમર્થનમાં પણ હતા. એક યુઝરે લખ્યું કે રિમોર્ટનું એક બટન પણ છે કે જેમાંથી ચેનલ બદલી શકાય છે. તેણે કહ્યું કે જો તમને કંઇક ગમતું નથી, તો રિમોટનો ઉપયોગ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.