Not Set/ દિવાળી ભેટ/ ગુજરાત સરકાર કરશે 12 હજાર કરતા પણ વધુ શિક્ષકોની ભરતી

દિવાળી પૂર્વે જ ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા દિવાળી પૂર્વો શિક્ષીત બેરોજગારો માટે દિવાળી ભેટ રૂપે ભરતી જાહેર કરવામાં આવી છે. દિવાળી પછી રાજ્યનો શિક્ષણ વિભાગ 12 હજાર કરતા પણ વધુ શિક્ષકોની ભરતીકરશે. અત્યારે 12 હજાર કરતા વધુ શિક્ષકોની ગુજરાતમાં ખાલી જગ્યા પડી છે. તમામ ખાલી પડેલી જગ્યાનાં […]

Top Stories Gujarat Others

દિવાળી પૂર્વે જ ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા દિવાળી પૂર્વો શિક્ષીત બેરોજગારો માટે દિવાળી ભેટ રૂપે ભરતી જાહેર કરવામાં આવી છે.

દિવાળી પછી રાજ્યનો શિક્ષણ વિભાગ 12 હજાર કરતા પણ વધુ શિક્ષકોની ભરતીકરશે. અત્યારે 12 હજાર કરતા વધુ શિક્ષકોની ગુજરાતમાં ખાલી જગ્યા પડી છે. તમામ ખાલી પડેલી જગ્યાનાં કારણે ગુજરાતનાં શિક્ષણનાં માળખાને અને શિક્ષણની ગુણવત્તાને અસર થતી હોય, સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ જાહેરાત કરી કે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક અને અદ્યાપક સહાયકની ભરતી થકી સરકાર આ તમામ ખાલી જગ્યા ભરશે. 3 હજાર વિદ્યા સહાયક, 1518 શિક્ષણ સહાયક અને 1826 ઉચ્ચ શિક્ષણ સંવર્ગની ભરતી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.