આજે ગુજરાત રાજ્યની 6 બેઠક ની પેટા ચૂંટણીની મતગણતરી પ્રારંભ થઈ છે. જેમાં બંને પાર્ટી વચ્ચે રસાકસી નો જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યની 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતી રૂઝાનમાં 6 બેઠકોમાંથી 3 બેઠકો પર કોંગ્રેસ અને 3 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાધનપુર, બાયડ અને અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર કોંગ્રેસના જશુભાઈ પટેલ 6500 મતોથી આગળ ચાલી રહ્યાં છે. જયારે રાધનપુર બેઠક પર સતત ત્રીજા રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર 3014 મતથી પાછળ ચાલી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
