દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટની માર્કટમાં ખરીદીની ધૂમ ચાલી રહી છે. જેને લઈને કોઈ અનિશ્ચિત બનાવના બને તેના માટે પોલીસ કાર્યરત બની છે. વિદેશી ફટાકડાનું ચોરીછુપે વેચાણ રોકવા માટે ચેકીંગ હાથ ધરાયુ હતુ. ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા રોડ ખાતે અને એસીપી સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક સમસ્યાને ઉકેલ માટે રોડ પર નીકળી લોકો ને ટ્રાફિકનો સામાન્ય જ્ઞાન આપ્યું હતુ.
રંગીલા રાજકોટમાં જયારે એક બાજુ ખરીદીની ધૂમ ચાલુ છે ત્યારે બીજી બાજુ રાજકોટ શહેર પોલીસ દિવાળીમાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને તેના માટે કાર્યરત છે. રાજકોટ DCP, ACP અને અલગ અલગ વિસ્તારના પીઆઈ આજ રોજ સદર ખાતે ચેકીંગમાં નીકળ્યા હતા. વિદેશી ફટાકડા રાજકોટમાં ચોરીછુપે વેચાણ રોકવા માટે ચેકીંગ હાથ ધરાયુ આ સાથે રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા રોડ ખાતે અને એસીપી સહીત અન્ય ઊંચ અધિકારીઓ ટ્રાફિક સમસ્યાને ઉકેલ માટે રોડ પર નીકળી લોકો ને ટ્રાફિકનો સામાન્ય જ્ઞાન આપ્યું. આ સાથે લુખા તત્વો ને કાયદાનું જ્ઞાન પોલીસે કરાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
