Not Set/ ગુજરાત પેટાચૂંટણી@live/ થરાદ કોંગ્રેસનાં પંજાની, ભાજપના કમળને લપડાક, કોંગ્રેસના ગુલાબસિંહનો 6390 મતે વિજય

બનાસકાંઠાની થરાદ બેઠક પર 7 ઉમેદવારો હતા, જેમાં ખરો જંગ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ  હતો. કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂત હતા. તો ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ ને લાંબી કશમકશ બાદ ટિકિટ આપવામાં આવી હતી. થરાદની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી 260 બુથોની 14 ટેબલ પર 22 રાઉન્ડમાં મત ગણતરી શરૂ થઈ […]

Top Stories Gujarat Others Politics

બનાસકાંઠાની થરાદ બેઠક પર 7 ઉમેદવારો હતા, જેમાં ખરો જંગ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ  હતો. કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂત હતા. તો ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ ને લાંબી કશમકશ બાદ ટિકિટ આપવામાં આવી હતી.

થરાદની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી 260 બુથોની 14 ટેબલ પર 22 રાઉન્ડમાં મત ગણતરી શરૂ થઈ હતી. જેમાં શરૂઆત થી જ બંને પક્ષો વચ્ચ ભારે રસાકસી જોવા મળી હતી. શરૂઆતમાં જીવરાજ પટેલનું પલડું ભારે જોવા મળ્યું હતું, તો 12 માં રાઉન્ડ બાદ કોંગેસના ઉમેદવારનો દબદબો જોવા મળ્યો હતો.

આ રસાકસી ભરી જંગમાં કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે.  પારંપારિક રીતે આ બેઠક મૂળે ભાજપની હતી. જેના પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. થરાદ બેઠક પર કોંગ્રેસનાં ગુલાબસિંહ નો 6390 મતે વિજય થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.