Not Set/ પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને આવ્યો હાર્ટ એટેક, સતત ઘટી રહ્યા છે પ્લેટલેટ કાઉન્ટ

પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે, લાહોરની સર્વિસિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવાઝ શરીફને શનિવારે માઇનોર હાર્ટ એટેક આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) નાં 69 વર્ષીય સુપ્રિમો નવાઝ શરીફની રાષ્ટ્રીય જવાબદેહી બ્યુરો(એનએબી) માં […]

Top Stories World

પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે, લાહોરની સર્વિસિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવાઝ શરીફને શનિવારે માઇનોર હાર્ટ એટેક આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) નાં 69 વર્ષીય સુપ્રિમો નવાઝ શરીફની રાષ્ટ્રીય જવાબદેહી બ્યુરો(એનએબી) માં તબીયત બગડી ગયા બાદ સોમવાર રાત્રીથી સર્વિસિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બીજી તરફ, પાકિસ્તાનની ટોચની કોર્ટે શુક્રવારે જેલમાં બંધ નવાઝ શરીફને જામીન આપી દીધા છે. શરીફ એક એવા રોગની સારવાર લઈ રહ્યા છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત કોષો પર હુમલો કરે છે. આ રોગને લીધે, તેના પ્લેટલેટની ગણતરી જોખમી સ્તર પર આવી ગઈ છે.

ન્યાયાધીશ બકર નજાફીની અધ્યક્ષતાવાળી લાહોર હાઈકોર્ટની બે સભ્યોની ખંડપીઠે, પીએમએલ-એન પ્રમુખ શાહબાઝ શરીફની અરજી પર સુનવણી કરી જેમા મની લોન્ડરિંગનાં એક કેસમાં એનએબીની કસ્ટડીમાં બંધ તેમના મોટા ભાઇનું આરોગ્યનાં આધાર પર મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો, જે અરજીને સ્વીકારી લેવામાં આવી છે.  જોકે, શરીફને તાત્કાલિક મુકત કરવામાં આવશે નહીં કારણ કે ઇસ્લામાબાદ હાઈકોર્ટે અલ અઝીઝિયા સ્ટીલ મિલ મામલામાં તેમની જામીન અરજી પર સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.