કલમ 370 ને નાબુદ કર્યા પછી, કાશ્મીર ખીણના વેપારી સમુદાયને 10,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. કાશ્મીરના એક ઉદ્યોગ ચેમ્બરએ આ દાવો કર્યો છે. કલમ 370 નાબુદીને લગભગ ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યા છતાં અહીં સ્થિત યથાવત છે. કાશ્મીર ખીણમાં વેપાર હજી પણ લગભગ સ્થગિત છે.
બંધારણની કલમ 370 ને નાબુદ કર્યા પછી, કાશ્મીરમાં છેલ્લા ત્રણ મહિનાની અટકાયતને કારણે ખીણના વેપારી સમુદાયને રૂ. 10,000 કરોડથી વધુનું નુકસાન થયું છે. કાશ્મીરના એક ઉદ્યોગ ચેમ્બરએ આ દાવો કર્યો છે.
ઉલેખ્નીય છે કે, આ વર્ષે કલમ 370 ને 5 ઓગસ્ટના રોજ નાબુદ કરવામાં આવી હતી. અને ત્યારબાદ હજુ પણ ખીણના મુખ્ય બજારો હજી બંધ છે અને જાહેર વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા નથી.
શ્રીનગરના લાલ ચોક જેવા કેટલાક વિસ્તારોમાં થોડા કલાકો માટે દુકાનો ખુલી રહી છે, પરંતુ મુખ્ય બજારો હજી પણ બંધ છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (કેસીસીઆઈ) ના પ્રમુખ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હજી સામાન્ય નથી, તેથી કેટલું નુકસાન થયું છે તેનો પૂરેપૂરો અંદાજ કાઢવો સરળ નથી, પરંતુ આ આંચકો એટલો મોટો છે કે વળતર આપવું સરળ નથી.
‘કાશ્મીરમાં ઉદ્યોગપતિઓની ખોટ રૂ. 10,000 કરોડને વટાવી ગઈ છે અને તમામ ક્ષેત્રોને ખરાબ અસર થઈ છે. હવે ત્રણ મહિના વીતી ગયા, પણ સ્થિતિ એવી છે કે લોકો ધંધો કરતા નથી. પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે કે ધંધો ઘટ્યો છે. ‘ તેમણે કહ્યું કે ધંધામાં થયેલા નુકસાનનું સૌથી મોટું કારણ ઇન્ટરનેટ સેવાઓ બંધ છે.
તેમણે કહ્યું, ‘આજના સમયમાં કોઈ પણ વ્યવસાયની મૂળભૂત જરૂરિયાત ઇન્ટરનેટ છે, જે ઉપલબ્ધ નથી. અમે રાજ્યપાલ પ્રશાસનને માહિતી આપી હતી કે આનાથી કાશ્મીરના વ્યવસાયને અસર થશે અને અર્થવ્યવસ્થા નબળી પડે છે. આના લાંબા ગાળે ગંભીર પરિણામો આવશે.
કયા ક્ષેત્રને નુકસાન
આઇટી ક્ષેત્ર એ વિકસતું ક્ષેત્ર છે. અહીંથી ઘણી કંપનીઓ તેમની સેવાઓ અમેરિકા અને યુરોપમાં આપી રહી હતી, પરંતુ ઇન્ટરનેટ સુવિધાઓને સ્થગિત કરવાને કારણે તેમના વ્યવસાયને અસર થઈ છે.
હેન્ડિક્રાફ્ટ ક્ષેત્રનો દાખલો લઈએ તો જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ઓર્ડર મળે છે અને ક્રિસમસ-ન્યુ યરની આસપાસ માલ પૂરો પાડવો પડે છે. પરંતુ આ વખતે ઓર્ડર મળવાનું મુશ્કેલ છે. અહીં કોઈ કનેક્ટિવિટી નથી, જેના કારણે કોઈ ઓર્ડર નથી મળ્યો. આને કારણે 50,000 વણકર અને કારીગરોની નોકરી જોખમમાં છે. કેસીસીઆઈના પ્રમુખે કહ્યું કે સરકારે વેપારીઓની મુશ્કેલીઓ દૂર કરવા પગલાં ભરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
