Not Set/ અમદાવાદનાં પ્રખ્યાત જગન્નાથ મંદિરનું થશે નવ નિર્માણ, વિકાસ માટે 100 કરોડ મંજૂર

મંદિરનું નવ નિર્માણ – અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરને હવે વિકસાવવામાં આવશે. દિવાળી બાદ નવા વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જગન્નાથ મંદિરને વિકસાવવામાં સ્ટેન્ડિંગ કમિટ એ મંજૂરી આપી દીધી છે. જગન્નાથ મંદિરને ડેવલપ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને પ્રખ્યાત જગન્નાથ મંદિરને વિકસાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી […]

Ahmedabad Gujarat

મંદિરનું નવ નિર્માણ – અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરને હવે વિકસાવવામાં આવશે. દિવાળી બાદ નવા વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જગન્નાથ મંદિરને વિકસાવવામાં સ્ટેન્ડિંગ કમિટ એ મંજૂરી આપી દીધી છે. જગન્નાથ મંદિરને ડેવલપ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને પ્રખ્યાત જગન્નાથ મંદિરને વિકસાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રોજેકટ પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ ખર્ચ કરશે. મંદિર તરફથી કોઈ ખર્ચ કરવામાં નહિ આવે.

 

આપને જણાવી દઇએ કે ભગવાન જગન્નાથનાં અમદાવાદ ખાતે આવેલા આ વર્ષો જૂના મંદિરની તુલનાં જગન્નાથપુરી પછીનાં ભગવાન જગન્નાથ સૌથી પ્રખ્યાત મંદિરોમાં થાય છે. પુરીની જેમજ અહીં પણ દરેક વર્ષે ભગવાન રથમાં સવાર થઇ નગરચર્યા માટે નિકળે છે. અને ભક્તોનું માનવ મહેરામણ રથયાત્રામાં ઉમટી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન