Gondal News/ ગોંડલ શહેર VHP પ્રમુખ પિયુષ રાદડિયાનું રાજીનામું : પોતાના નામની દરખાસ્ત કરનારાઓને જયરાજસિંહ દ્વારા પરેશાન કરાતા હોવાનો આક્ષેપ

રાજીનામું આપતા કહ્યું કે, આપણા રાજીનામાથી કોઈને શાંતિ થતી હોય તો આપણે હોદા પર ન રહેવું જોઈએ.

Gujarat Others

Gondal News : ગોંડલ શહેર VHP પ્રમુખ પિયુષ રાદડિયાએ રાજીનામુ આપી દેતા ગોંડલના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવ્યો છે.પિયુષ રાદડિયાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરી 6 મહિનામાં જ રાજીનામું ધરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે પોતાના નામની દરખાસ્ત કરનારા લોકોને જયરાજસિંહ દ્વારા એનકેન પ્રકારે પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. રાદડિયાએ કહ્યું હતું કે, જયરાજસિંહને જે વ્યકિત પસંદ ન હોય તેને કોઈ કાર્યક્રમમાં બોલાવો એટલે તે હેરાન કરે. રાજીનામું આપતા કહ્યું કે, આપણા રાજીનામાથી કોઈને શાંતિ થતી હોય તો આપણે હોદા પર ન રહેવું જોઈએ.

પિયુષ રાદડિયાએ VHPના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુંને સુપરત કરેલા પોતાના રાજીનામા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “જે સમયથી મારી નિમણૂક થઈ, તે સમયથી જ મારા નામની દરખાસ્ત કરનાર હિરેન ડાભી પર મારા રાજકીય હરીફ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય દબાણ લાવી મને આ જવાબદારીથી રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું કે, માત્ર હિરેનભાઈ જ નહીં, પરંતુ VHP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા ધર્મેન્દ્ર રાજાણી પર પણ અનેક પ્રકારે દબાણ લાવી તેમને અધ્યક્ષ પદેથી હટાવવા માટે કાવતરાં ઘડવામાં આવ્યાં હતાં.રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે હનુમાન જયંતિ જેવા પવિત્ર ધાર્મિક તહેવારને પણ રાજકીય અખાડો બનાવવાનો પ્રયાસ થયો હતો. તેમના કહેવા મુજબ, હનુમાન જયંતિની શોભાયાત્રામાં જો મારી હાજરી હશે, તો પૂર્વ ધારાસભ્ય કે તેમના પરિવારમાંથી કોઈ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ VHP તથા બજરંગદળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું.રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે હનુમાન જયંતિ જેવા પવિત્ર ધાર્મિક તહેવારને પણ રાજકીય અખાડો બનાવવાનો પ્રયાસ થયો હતો.

તેમના કહેવા મુજબ, હનુમાન જયંતિની શોભાયાત્રામાં જો મારી હાજરી હશે, તો પૂર્વ ધારાસભ્ય કે તેમના પરિવારમાંથી કોઈ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ VHP તથા બજરંગદળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું.પિયુષ રાદડિયાએ પોતાના રાજીનામા પાછળનું મુખ્ય કારણ પોતાના સાથી કાર્યકર્તાઓને વધુ હેરાનગતિમાંથી બચાવવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “મારા અધ્યક્ષપદે રહેવાથી હિરેન ડાભી, ધર્મેન્દ્ર રાજાણી તથા અન્ય કાર્યકર્તાઓને માનસિક, પારિવારિક અને ધંધાકીય ક્ષેત્રે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, હું સ્વૈચ્છિક રીતે ગોંડલ શહેર VHP પ્રમુખ પદેથી રાજીનામું આપું છું.”

આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે ગોંડલમાં VHP, RSS અને બજરંગ દળ જેવી હિન્દુવાદી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતી નથી, તેવો મત રાદડિયાએ વ્યક્ત કર્યો છે. તેમના આ રાજીનામાથી ગોંડલના સ્થાનિક રાજકારણ અને ધાર્મિક સંગઠનોમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં તેના પડઘા જોવા મળે તેવી પૂરી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ યથાવત, સચિનમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, ભાઈ બહેન સાથે ઝઘડો થતાં કર્યો આપઘાત, વિદ્યાર્થીને ઝેરી દવા પીને કર્યો આઘાત, ધોરણ 10ની

આ પણ વાંચો: સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

આ પણ વાંચો: સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા