Junagadh News/ માણાવદર – બાંટવામાં પોલીસના આશીર્વાદથી જુગાર ચાલતો હોવાનો MLAનો આક્ષેપ, પોલીસે આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા

ધારાસભ્યના આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો

Gujarat Others

Junagadh News : બાટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબો ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા હતા.જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના 70 થી 80 હજાર રૂપિયાનું સેક્શન લઈને ક્લબો ચલાવવામાં આવી રહી હોવાના ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે. જેમાં પોલીસે આક્ષેપોનો પાયાવિહોણા ગણાવ્યા છે..

ધારાસભ્ય લાડાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને છેલ્લા બે દિવસથી ફોન પર કાનવા મળ્યું કે તાલુકાના ગામડા અને શહેરોમાં ખાનગી રીતે જુગારની ક્લબો ચાલી રહી છે અને પોલીસ નાના માણસો પર ખોટા કેસ કરી માત્ર આંકડા બતાવતી રહે છે.આ સમગ્ર મામલે બાટવાના પીએસઆઇ આર. એમ. વાળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્યના આક્ષેપો પાયા વિહોણા છે. તેમણે કહ્યું કે, બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં ગઈકાલે જ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જ્યાં અંદાજે 15 જેટલા જુગારીઓ પત્તા રમતા હતા. રેડની ખબર પડતા મોટા ભાગના જુગારીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંથી માત્ર ત્રણથી ચાર વ્યક્તિઓ પકડાઈ હતી.

પીએસઆઇના જણાવ્યા મુજબ, જે જુગારીઓ પોલીસની કાર્યવાહીથી બચી ગયા હતા એ જ લોકોએ ધારાસભ્યને ખોટી માહિતી આપી હતી, જેથી પોલીસની છબી ખરડાય. “કોઈપણ જગ્યાએ જુગાર ચાલતો હોય તો પોલીસ હંમેશા તટસ્થ રહી કાર્યવાહી કરે છે. આ કિસ્સામાં ફરાર જુગારીઓએ વાસ્તવિકતા કરતાં વિપરીત વાત કરી ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા છે,” એમ પીએસઆઇએ કહ્યું હતું.

ધારાસભ્યના આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો, જ્યારે આ સમગ્ર મામલો ફરાર જુગારીઓ દ્વારા ધારાસભ્યને વાસ્તવિકતાથી અલગ જ રજૂઆત કરી ઉપજાવવામાં આવેલો હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો:રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા