વડોદરા,
વડોદરા પાસે આવેલા પાદરામાં એક આઠ મહિનાની બાળકી રમત રમતમાં બામની ડબ્બીનું ઢાંકણું ગળી જતા તેની હાલત નાજુક થઈ હતી.જો કે બાળકીને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાઈ હતી જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું. સયાજી હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા કરાયેલાં મિનિટના ઓપરેશનમાં બાળકીના ગળામાંથી ઢાંકણ કાઢી લેવાયું હતું.
મળતી વિગતો પ્રમાણે પાદરાના ચોકારી ગામે આઠ મહિનાની બાળકી ઘરમાં બામની ડબ્બીનું ઢાંકણ રમતી હતી. બાળકી રમતાં-રમતાં હાથમાં આવેલું ઢાંકણ ગળી ગઈ હતી. ઢાંકણ બાળકીના ગળામાં ફસાઈ ગયું હતું.
બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને તાત્કાલિક સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં બાળકીના ગળામાં ફસાયેલા ઢાંકણનું ચોક્કસ લોકેશન જાણવા માટે એક્સરે કઢાવાયો હતો.
બાળકીની અન્નનળીમાં આ પ્લાસ્ટિકનું ઢાંકણું ફસાયું હતું.બાળકીના ગળામાં ફસાયેલું ઢાકણું ઓપરેશન કરી બહાર કાઢયું હતું. ઓપરેશન બાદ બાળકીને બાળકોના આઇસીયુમાં વધુ સારવાર માટે દાખલ કરાઈ છે. હાલ બાળકીની તબિયત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
