ભાજપનાં સાંસદ જનાર્દન મિશ્રાએ સોમવારે મધ્યપ્રદેશ સરકાર પર દેવા માફીનાં નારા આપ્યા હતા અને કહ્યુ કે, “પોલીસકર્મચારીઓ કે જે ખડૂતો પાસેથી લોનની વસૂલી કરશે તેમનુ ગળુ દબાવી દેવામાં આવશે અને તેમના હાથ કાપી નાખવામાં આવશે.”
પાર્ટીના ‘કિસાન આક્રોશ આંદોલન’ પર બોલતા રેવા સાંસદે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ખેડૂતોની વિરુદ્ધ કામ કરે છે. તેમણે વધુમાં કહ્યુ કે, “જો કોંગ્રેસ અથવા પોલીસકર્મચારીઓમાંથી કોઈ પણ બદલો લેવાનાં ઉદ્દેશ્ય સાથે ખેડૂતોની પાસે આવે છે, તો તેમના હાથ કાપી દેવામાં આવશે અને તેઓનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. ભાજપના કાર્યકરો ખેડૂતોની સાથે ઉભા છે.”
Those who approach farmers to recover loans will be strangulated, their hands will be broken: BJP MP
Read @ANI Story | https://t.co/tEFkNL0Xmr pic.twitter.com/1GLn19duSN
— ANI Digital (@ani_digital) November 5, 2019
સાંસદે વધુમાં આરોપ લગાવ્યો કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર “વિભાજન અને વિનાશક” રાજકારણમાં લાગેલી છે. તેમણે કહ્યું કે, હું આપને જણાવી દઉં કે જો કોંગ્રેસ વિભાજનકારી અને વિનાશક રાજકારણ રમે છે, તો અમે તેને થવા નહીં દઇએ અને વિનાશક રાજકારણને અમે દફનાવી દઇશુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
