ઉલ્લેખનીય છે કે આ બિલ જ્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પહેલી વાર પસાર કરવામાં આવ્યું હતું. જે પછી આજે આ બિલ પસાર થયું છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારને મકોકાના કાયદાની મંજૂરી મળી હતી. જે પછી ગુજરાતને ગુજકોક બિલની મંજૂરી મળી છે. પ્રદીપ સિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, આ બિલના કારણે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો થશે અને સુરક્ષા વધુ સશક્ત થશે. ઉપરાંત આ કાયદાથી આવી અસામાજીક અને આતંકી પ્રવૃતી સામે ઉભા રહેતા ઘટનાનાં સાક્ષીઓને પૂરતુ રક્ષણ પણ મળશે.
ગુજકોકનાં સુધારાની ભલામણ 2004માં વાજપેયીએ પણ કરી હતી
તત્કાલિન મુખ્યમંત્રી મોદીનાં સમયમાં બિલ વિધાનસભામાં થયું હતું પસાર
ગુજરાત સરકાર દ્વારા આતંકવાદ અને સંગઠીત ગુનાઓ પર લગામ કસવા માટે “પોટા”ની અવેજમાંલાવવામાં આવેલા કાયદો ગુજકોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ બિલ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટની સંલગ્ન તૈયાર કરાયું છે. આ પહેલાં આ બિલ 2004 અને 2008માં તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે ફગાવી દીધું હતું. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે.
ગુજકોક આ તમામ ગુનામાં સાબિત થશે ઘાતક
- નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝ સ્કીમ
- મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ
- સાયબર ક્રાઈમમાં લાગુ પડશે.
- સોપારી આપવી એટલે કે કોન્ટ્રાક્ટ કિલીંગ
- પ્રતિબંધિત માલની દાણચોરી કરવી
- ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો
- ખંડણી માટે અપહરણ કરવા
- રક્ષણ માટે નાણાં વસુલવા
- ધાક ધમકીથી પૈસા પડાવવા
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.