દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ જોખમી બની ગયુ છે, જેને લઇને લોકોમાં ભારે ચિંતા છે, સુપ્રીમ કોર્ટે તેના માટે રાજ્યોને ઠપકો આપ્યો છે, શાળાઓમાં રજા આપવામાં આવી હતી, પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ વચ્ચે ભાજપનાં એક નેતાએ એક અજબ નિવેદન આપ્યુ છે. નેતાએ આ સમસ્યાને પાકિસ્તાન-ચીન સાથે જોડી છે. મેરઠનાં ભાજપનાં નેતા વિનીત અગ્રવાલ શારદાએ દાવો કર્યો છે કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ પાછળ દુશ્મન દેશનો હાથ હોઈ શકે છે. તેઓ કહે છે કે જે દેશો આપણાથી ડરી ગયેલા છે, તેમાંથી કોઇ એક દેશે આપણને પરેશાન કરવા આ કર્યું છે.
વિનીત અગ્રવાલ શારદાએ કહ્યું, ‘આ જે ઝેરી હવા આવી ગઈ છે, સંભવત: પાડોશી દેશે ઝેરી ગેસ છોડ્યો હોય કે જે આપણથી ડરી ગયેલા છે. મને લાગે છે કે પાકિસ્તાન કે ચીન આપણાથી ગભરાઇ ગયા છે. એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હીનાં મુખ્ય સચિવ વિજય કુમાર દેવને પ્રદૂષણ અંગે સમન્સ પાઠવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દર વર્ષે આ સમયગાળા દરમિયાન પ્રદૂષણને કારણે એક વિચિત્ર પરિસ્થિતિ ઉભી થાય છે પરંતુ દિલ્હી સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને અન્ય સંબંધિત રાજ્ય સરકારો તેમની ફરજો બરાબર નિભાવતી નથી. કોર્ટે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય સચિવોને આ કેસમાં 6 નવેમ્બર, એટલે કે, આજે હાજર થવા જણાવ્યું છે.
ખંડપીઠે પરિસ્થિતિને આઘાતજનક ગણાવી હતી અને કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોનું પલાયન થઈ શકે નહીં. દિલ્હીમાં પણ લોકોએ તેમની ફરજો નિભાવવી પડશે અને તેઓને દેશની રાજધાની દિલ્હીની બહાર કાઠી શકાય નહી. “સમય આવી ગયો છે કે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેની જવાબદારી આપણે લેવી પડશે.” બંધારણનાં આર્ટિકલ 21 નું ઉલ્લંઘન કરી જીવવાનો અધિકાર નષ્ટ થઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોને પણ તાત્કાલિક પોતપોતાના વિસ્તારોમાં પરાળી સળગાવ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાનીમાં પ્રદૂષણ તેની ચરમ સીમાએ પહોચી ગયુ છે, લોકોને અહી શ્વાસ લેવામાં ભારે તકલીફો પડી રહી છે. આ પ્રદૂષણને રોકવાનો પ્રયત્ન માત્ર સરકારનો જ નથી. અહી નાગરીકો પણ પ્રદૂષણ અટકાવવામા સરકારની મદદ કરી શકે છે. જો કે હાલમાં રાજ્યની સરકાર દ્વારા ઓડ-ઇવન ફોર્મુલા લાગુ કરવામા આવી છે. જોવાનુ એ રહેશે કે તેનાથી પ્રદૂષણનું સ્તર કેટલુ ઘટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
