Not Set/ સ્પોર્ટ્સ/ ભારત અને બાંગ્લાદેશ મેચ ચઢી શકે છે ‘મહા’ ની ભેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચ દિલ્હીના ભયાનક પ્રદૂષણનાં હુમલાથી બચી ગઈ હતી. પરંતુ, આજે સીરીઝની બીજી મેચ ગુજરાતનાં રાજકોટમાં રમાવવાની છે, જેના પરથી મહા નો સંકટ હજુ ટળ્યો નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી ત્રણ દિવસીય શ્રેણીની બીજી મેચ રાજકોટમાં રમાશે. જેના પર હવે મહા વાવાઝોડાનો ભય સતાવી રહ્યો છે. હવામાન […]

Top Stories Sports

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચ દિલ્હીના ભયાનક પ્રદૂષણનાં હુમલાથી બચી ગઈ હતી. પરંતુ, આજે સીરીઝની બીજી મેચ ગુજરાતનાં રાજકોટમાં રમાવવાની છે, જેના પરથી મહા નો સંકટ હજુ ટળ્યો નથી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી ત્રણ દિવસીય શ્રેણીની બીજી મેચ રાજકોટમાં રમાશે. જેના પર હવે મહા વાવાઝોડાનો ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગે મેચનાં દિવસે ગુજરાતનાં દરિયાકાંઠે મહા વાવાઝોડું આવવાની આગાહી કરી છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, ચક્રવાત પવન પણ આગળ વધવાની આશંકા છે.

Image result for second t20 match in rajkot

આપને જણાવી દઈએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે 7 વિકેટથી જીત મેળવીને ભારત સામે ઇતિહાસ રચ્યો હતો. ભારત શ્રેણીમાં બરાબરી કરવાના આશયથી રાજકોટનાં મેદાનમાં ઉતરશે. જો ભારત આ મેચ જીતવામાં સફળ રહ્યું તો 10 નવેમ્બરનાં રોજ નાગપુરમાં રમાવવાની મેચ નિર્ણાયક સાબિત થશે. બેટિંગ અને બોલિંગ બંને ઓર્ડરે પ્રથમ મેચમાં ભારતને નિરાશ કર્યા હતા. આ જ કારણે રાજકોટ મેચમાં ભારતે બંને ક્ષેત્રે સુધારો કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.