ગુજરાતભરમાં જ્યારે ખેડૂતો પર વરસાદી કહેર વરસ્યો છે અને હાલ પણ વરસી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને મદદ કરવાની યથાર્થ કોશિશ કરવામાં આવી રહી છે. સરકારની આ કોશિશ પર સરકારી બાબુઓ અને અમુક અધિકારીઓ દ્વારા ઠંડું પાણી રેડી દેવામાં આવતું હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ખેડૂતોને રાહ માટે કરવામાં આવેલી જોઇવાઇમાં અધિકારીઓ દ્રારા ખોટી રીતે પૈસા પડાવવા, લાંચ માંગવાનાં કિસ્સા ગુજરાતભરમાં હોલ નોંધવામાં આવી રહ્યા છે અને કોઇને કાઇ જગ્યાએથી આવા લાંચ્યાઓ વિરૂદ્ધ ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે આવો જ પૈસા પડાવવાનો કિસ્સો ફરી સામે આવ્યો છે.
જી હા મોરબી જીલ્લાનાં હળવદ તાલુકાનાં ભલગામડા ગામે ખેડુતો દ્રારા આવા જ મામલે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, ખેડૂતને હાલમાં અતિ વર્ષા, વાવાઝોડું અને પવનને કારણે જે પાકમાં નુુકસાની આવી રહી છે. તે પાક નુકશાનીનાં સર્વેમા ગેરરીતિ થતી હોવાનો ખેડુતો દ્વારા ભલગામડા ગામેથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હળવદના ભલગામડા ગામે સર્વે ટીમ પહોંચતા જ ખેડૂતો અને સર્વે ટીમ વચ્ચે આ મામલે જ હોબાળો થયો હતો.
આપને જણાવી દઇએ કે, મોરબી જીલ્લામાં પાક નુકશાનીનો હાલ સર્વે થઇ રહ્યો છે. સર્વેમાં ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે ભલે પાક ખેતરમાં સંપૂર્ણ સૂઇ ગયો હોય, પરંતુ જો કપાસના પાંદડા લીલા હોય, તો નુકશાનની નથી ગણવામા આવતી. આ મામલે ખેડૂતો દ્વારા આ સિવાઇની આવી અનેક બાબતોની ફરિયાદ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
