યુપીનાં હરદોઈ નજીક લખનઉથી આવતા લખનઉ મેલનાં એસી કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એસી કોચની નીચેથી શરૂ થઈ હતી. આગ બાદ મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો. બોગીમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓ બોગી છોડીને નીચે ઉતરવા લાગ્યા. સમગ્ર બોગી અને સ્ટેશનમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ રેલ્વેની તકનીકી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને ફેલાતા અટકાવી હતી. લગભગ સવા કલાક સુધી ઉભા રહ્યા બાદ ટ્રેન રવાના થઈ. હરદોઈ રેલ્વે સ્ટેશન પર લખનઉથી દિલ્હી જતા લખનઉ મેલનાં એસી બી 5 કોચ નીચે ધુમાડો નીકળવાનું શરૂ થયું હતુ. લોકોએ નીચે જોયું તો નીચે ટ્રેનનું હોટ એક્સલ બળી રહ્યુ હતુ. ત્યારબાદ આખા સ્ટેશન અને ટ્રેનમાં મુસાફરોમાં ખળભળાટ મચી ગઇ હતી. અંધાધૂંધીમાં મુસાફરોએ કોચને ખાલી કરવાનું શરૂ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો સાથે રેલ્વેની તકનીકી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કોચની નીચે લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સવારે 11:43 વાગ્યે પહોંચેલા લખનઉ મેલને ટ્રેનની તકનીકી નિરીક્ષણ બાદ બપોરે 1 વાગ્યે ટ્રેનમાં રવાના કરાયો હતો. જોકે આ અંધાધૂંધીમાં કોઈ મુસાફરોને ઇજા પહોંચી ન હોતી, પરંતુ લખનઉ મેલ જેવી વીવીઆઈપી ટ્રેનમાં આગની ઘટનાથી મુસાફરો ચોક્કસપણે પરેશાન થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
