રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર હજુ પણ યથાવત છે, જેનુ એક તાજુ ઉદાહરણ આંકડા દ્વારા સામે આવ્યુ છે. રાજ્યનાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી ડેન્ગ્યૂએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં આ વર્ષનાં 10 માસમાં ડેન્ગ્યૂનાં કુલ 3345 કેસ સામે આવ્યા છે. આ આંકડા જેટલા ડરાવે છે ત્યારે એક રાજકોટનો તાજેતરમાં સામે આવેલો કિસ્સો તમને વધુ વિચારવા મજબૂર કરી દેશે.
રાજ્યમાં ડેન્ગ્યૂનાં કહેર વચ્ચે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી ડેન્ગ્યૂનાં ભરડામાં આવી જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટમાં ફરજ બજાવતા આરોગ્ય અધિકારી ડૉ.સુનિલ ચૌધરીની 19 વર્ષીય પુત્રી સમીક્ષાનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી મુજબ સમીક્ષાને બે વાર ડેન્ગ્યૂ થયો હતો.
આપને જણાવી દઇએ કે, આરોગ્ય અધિકારી ડૉ.સુનિલ ચૌધરીની પુત્રી સમીક્ષાને અગાઉ પણ ડેન્ગ્યૂ થયો હતો. પરંતુ સારવાર દરમિયાન રહી ગયેલી ખામીને કારણે સમીક્ષાને ફરી એકવાર ડેન્ગ્યૂ થયો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. સમીક્ષાને બે દિવસથી તાવની અસર હતી. જેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે બહાર આવ્યુ કે તેને એકવાર ફરી ડેન્ગ્યૂ થઇ ગયો છે. રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેની સારવાર શરૂ કરી દેવામા આવી હતી પરંતુ બે દિવસ બાદ સમીક્ષાનું મોત નિપજ્યુ હતુ.
સમીક્ષાની મોત બાદ રાજકોટ આરોગ્ય તંત્રની પોલ ખુલી ગઇ છે. એક આરોગ્ય અધિકારીની દિકરીની જો ડેન્ગ્યૂનાં રોગથી મોત થતુ હોય ત્યારે સામાન્ય જનતા વિશે શું કહી શકાય તે આજે એક મોટો સવાલ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
