દીવ ખાતે વાવાઝોડાની અસર ને જોતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને શેલ્ટર હોમ માં શિફ્ટ કરવામાં આવ્યાં હતા. જો કે હવે વાવાઝોડાનું સંકટ ગુજરાતના માથેથી હટી જતા તમામ 2500 લોકોને તેમના ઘરે પાછા મોકલી દેવામાં આવ્યા છે.
મહા વાવાઝોડાના ખતરાને જોતા તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થળાંતરિત કરાયેલા લોકોનું કહેવુ છેકે, બે દિવસ દરમિયાન શેલ્ટર હોમમાં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી..
દીવ મા મહા વાવાઝોડા ને લઈ ને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો ને શેલટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.જેમા તેમને દીવ પ્રશાસન દ્વારા દરેક સુવિધા ઓ આપવામાં આવી હતી દીવ મા મોડી રાત થી ધીમીધારે વરસાદ વરસ્યો હતો અને સવાર થી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર ૪ વાગ્યા બાદ આછા તડકા સાથે વાતાવરણ ખૂલ્લુ થયું હતું અને વાવાઝોડા નો ખતરો દીવ પર થી ટળ્યો હતો. આ બાબતે હવામાન વિભાગ ના જણાવ્યા બાદ દીવ જિલ્લા માં શેલટર હોમ માથી આશરે અઢી હજાર જેટલા લોકો ને પરત ઘરે મોકલી આપવામાં આવ્યા છે. લોકો ના જણાવ્યા પ્રમાણે તેઓ ને દીવ પ્રશાસન દ્વારા હર એક જરુરીયાત વસ્તુઓ ઉપલબ્ધ હતી બે દિવસ દરમિયાન કોઈ પણ જાતની અસુવિધા નથી થઈ તે માટે લોકો એ પણ દીવ પ્રશાસન નો આભાર માન્યો હતો. દીવ નું વાતાવરણ હાલ ફરી રમણીય અને આકર્ષક બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
