ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનાં હજારો કર્મચારીઓ આવતી 14મી નવેમ્બરે માસ સીએલ પર જશે. કર્મચારીઓ દ્વારા સાતમાં પગારપંચનાં લાભોની પડતર માંગ સાથે આંદોલન શરુ કરવમાં આવ્યું છે. અને આંદોલન પર ઉતરેલાં રાજ્યભરનાં તમામ વીજકર્મીઓએ જો પોતાની માંગણા સંતોષવામાં ન આવે તો 20મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.
જીયુવીએનએલમાં ફરજ બજાવતાં સેંકડો કર્મચારીઓએ શુક્રવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા ખાતે આવેલ જીયુવીએનએલની વડી કચેરી ખાતે આંદોલન કરી રહેલાં વીજ કર્મચારીઓએ પોતાનાં પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી સાથે ફરજ બજાવી મેનેજમેન્ટ વિરૂદ્ધ નારાજગી દર્શાવી હતી.
નારાજ વિજકર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત પણ કરી હતી. રજૂઆત કરવની સાથે સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જીયુવીએનએલનાં લાખો કર્મચારીઓએ 14મીએ માસ સીએલ પર જવાનાં એલાનની સાથે 20મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
