પ્રદૂષણ પીડિત દિલ્હીને હજી પણ પ્રદૂષણથી રાહત મળી નથી, આજે પણ લોધી રોડ વિસ્તારમાં પીએમ 2.5 નું સ્તર 251 જ્યારે પીએમ 10 નું સ્તર 232 નોંધાયું છે. આ બંને સ્તરોને ખરાબ કેટેગરીમાં માનવામાં આવે છે, જ્યારે ગુરુ નાનક દેવનાં 550 મા પ્રકાશ પર્વ નિમિત્તે, દિલ્હી સરકારે 11 અને 12 નવેમ્બર, એટલે કે, સોમવાર અને મંગળવારે ઓડ-ઇવન નિયમોમાં રાહતની જાહેરાત કરી છે.

આ વિશે માહિતી આપતાં દિલ્હી સરકારે કહ્યું કે, એક નિર્ણય લોકોની સુવિધાનાં નામે લેવામાં આવી રહ્યો છે, 550માં ગુરુપર્વ અને નગર કીર્તનને ધ્યાને લેતા 11 અને 12 નવેમ્બરનાં રોજ ઓડ-ઇવન લાગુ થશે નહી. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, આપણે આજે સાંજથી સુધારો જોઈ શકીશું અને આવતા ત્રણ દિવસમાં હવા વધુ સારી રહેશે, જો કે પ્રદૂષણનું સ્તર ખરાબ વર્ગની વચ્ચે રહેવાની અપેક્ષા છે, જ્યારે ગાઝિયાબાદમાં હવાની ગુણવત્તાનું સ્તર 325 નોંધાયું હતું જે ખૂબ જ નબળી કેટેગરીમાં છે. રવિવારે વસુંધરા વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું સ્તર 325 નોંધાયું હતું.

ગ્રીનપીસ ઇન્ટરનેશનલ નામની એક બિન-સરકારી સંસ્થા, જે પર્યાવરણ માટે કામ કરી રહી છે, તેણે આમ આદમી પાર્ટીનાં દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના દાવો ખોટા ગણાવ્યા છે. ગ્રીનપીસનાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ 25% ઘટ્યું નથી. સંસ્થાએ કહ્યું કે, જો દિલ્હી-એનસીઆરમાં વાયુની ગુણવત્તા અને સેટેલાઇટ ડેટાની સાથે પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિભૂત ઇંધણનાં વધતા વપરાશનાં ડેટા પર નજર કરીએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા પ્રદૂષણમાં 25% ઘટાડો કરવાનો દાવો યોગ્ય લાગ્યો નથી જ્યારે દિલ્હીનાં સીએમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં પીએમ 2.5 નો સ્તર વર્ષ 2012-2014 માં 154 ની સરેરાશથી ઘટીને 2016-2018 માં 115 પર આવી ગયો છે. પીએમ 2.5 માં આ લગભગ 25% નો ઘટાડો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
