Not Set/ કેન્સર/ દૂધાળુ પશુઓમાં પણ કેન્સરના કણો, મનુષ્યમાં પણ દૂધ દ્વારા વહન થઈ શકે છે..!!

કેન્સરની બીમારી ના કણ ક્યાંથી આવે છે એની હજુ સુધી કોઈ તટસ્થ જાણકારી નથી મળી.પરંતુ એવું નથી કે ખાલી તમાકુના સેવનથી જ કેન્સર થાય. હિસ્માંસાર આવેલ લાલા લજપતરાય પશુ ચિકિત્સક અને વિજ્ઞાન કૃષિ યુનિવરસિટી દ્વારા એક રિપોર્ટ મુજબ જાણવામાં આવ્યું છે કે દૂધ પીવાથી પણ કેન્સર જેવી બીમારી થઇ શકે છે. આ યુનિવર્સીટી દ્વારા ઇલાજ […]

Health & Fitness Lifestyle

કેન્સરની બીમારી ના કણ ક્યાંથી આવે છે એની હજુ સુધી કોઈ તટસ્થ જાણકારી નથી મળી.પરંતુ એવું નથી કે ખાલી તમાકુના સેવનથી જ કેન્સર થાય.

હિસ્માંસાર આવેલ લાલા લજપતરાય પશુ ચિકિત્સક અને વિજ્ઞાન કૃષિ યુનિવરસિટી દ્વારા એક રિપોર્ટ મુજબ જાણવામાં આવ્યું છે કે દૂધ પીવાથી પણ કેન્સર જેવી બીમારી થઇ શકે છે.

આ યુનિવર્સીટી દ્વારા ઇલાજ માટે આવેલા જાનવરોના અલ્ટ્રાસાઉન્ડથી એક ડેટા બેઝ તૈયાર કર્યો, જેમાં સામે આવ્યું કે ભેંસ કે ગાયમાં કેન્સરની બીમારી ની ઘટનાઓ ઓછી નથી. વૈજ્ઞાનિકો ની માન્યતા અનુસાર ઘોડીઓમાં જ કેન્સર જોવા મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દૂધાળુ પશુઓમાં પણ કેન્સરના કણો જોવા મળ્યા છે.

પશુ વિજ્ઞાની કહે છે કે જો દૂધાળુ પશુઓનું દૂધ ઉકાળ્યા વગર પીવામાં આવે તો કેન્સર થઇ શકે છે.વૈજ્ઞાનિકો ના કહેવા મુજબ દૂધને ઉકાળવાથી તેમાં રહેલા કેન્સરના તત્વ નષ્ટ થઇ જાય છે.

યુનિવર્સીટીના ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ પશુ વિજ્ઞાની ડો. આર.કે. ચંદોલિયા એ જણાવ્યું હતું કે તાપસ દરમિયાન લાવવામાં આવેલી કેટલીક ગાય અને ભેંસોના ગર્ભાશયમાં કેન્સરના લક્ષણો જોવા મળી આવ્યા હતા. જો તેમાં કેન્સરની જાણ થાય તો ગર્ભાશય કાઢીને તેનો ઉપચાર કરી શકાય છે.

કોઈ ખરાબ જળાશયોના પાણી પીવાને કારણે પણ પશુઓમાં કેન્સર નું પ્રમાણ વધી જાય છે. ચિકિત્સકો દ્વારા તે અંગેની ઈલાજ માટે ની તરકિબો ચાલી રહી છે.જેથી પરાઓને પણ મણિ ની જેમ કેન્સર જેવી બીમારીઓથી બચાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.