Not Set/ રાજકોટ/દારૂડિયા બન્યા બિન્દાસ, ખુલ્લી છરી સાથે જાહેરમાં આતંક

રાજકોટના રાજનગર ચોકમાં ગત રાત્રે નશામાં ચૂર થઈને નીકળેલા બે દારૂડિયાઓએ ખુલ્લી છરી સાથે આતંક મચાવ્યો હતો. અને દુકાનો-હોસ્પિટલો બંધ કરાવી દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમયે પાનની દુકાને ઉભેલા એક નિર્દોષ વેપારીને કોઈ કારણ વિના ગાળો ભાંડી છરીના ઘા ઝીકી ભાગી જતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આરોપીની ઓફિસની જડતી લેતા ત્યાંથી […]

Gujarat Rajkot

રાજકોટના રાજનગર ચોકમાં ગત રાત્રે નશામાં ચૂર થઈને નીકળેલા બે દારૂડિયાઓએ ખુલ્લી છરી સાથે આતંક મચાવ્યો હતો. અને દુકાનો-હોસ્પિટલો બંધ કરાવી દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમયે પાનની દુકાને ઉભેલા એક નિર્દોષ વેપારીને કોઈ કારણ વિના ગાળો ભાંડી છરીના ઘા ઝીકી ભાગી જતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

આરોપીની ઓફિસની જડતી લેતા ત્યાંથી પણ દારૂની ખાલી બોટલો મળી આવતા પોલીસે કબ્જે લીધી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવારે નાના મૌવા ગામમાંથી નશાખોર યુવકો ને ઝડપી લઇ સીપી કચેરીએ કડવા લીમડાનો સ્વાદ ચખાડ્યો હતો અને માલવીયાનગર પોલીસને સોંપ્યા હતા.

શહેરના નાના મૌવા રોડ ઉપર લક્ષ્મણધામ સોસાયટીમાં રહેતા વેપારી ગોપાલ કાપડીયા નામના યુવાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે અગ્યારેક વાગ્યે રાજનગર ચોકમાં આવેલ બાલાજી પાન નામની દુકાને ફાકી ખાવા માટે ગયા હતા ત્યારે જ નાના મૌવામાં રહેતો નવદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને ઘંટેશ્વરમાં રહેતા હરકિશન જાડેજા નામના બંને શખ્સો ચિક્કાર દારૂનો નશો કરીને ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ કારણ વિના ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી છરીનો એક ઘા કમરમાં ઝીકી દેતા લોહી નીકળવા લાગતા પોતે ત્યાં ઢળી પડ્યા હતા.

બાદમાં હુમલાખોરો ત્યાંથી જોર જોરથી રાડો પાડી ગાળો ભાંડી ખુલ્લી છરી હાથમાં લઈને ભાગી ગયા હતા તેના આતંકથી બચવા માટે વેપારીઓએ દુકાનો અને હોસ્પિટલો પણ બંધ કરી દીધી હતી.  ઘટના અંગે કંટ્રોલમાં જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટાફ  દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી.  આરોપી નવદીપસિંહ જાડેજાની ઓફિસની જડતી લેતા દારૂની ખાલી બોટલો મળી આવી હતી.  જે પોલીસે કબ્જે કરી હતી અને નાશી છૂટેલા હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસ ટિમો દોડાવાઈ હતી.  દરમિયાન બંને નાના મૌવા ગામમાં છુપાયા હોવાની બાતમી આધારે બંનેને ઝડપી લઇ પોલીસ કમિશ્નર કચેરીએ લાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.