સુપ્રીમ કોર્ટ કેરળનાં સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ આપવા દેવાના તેના નિર્ણય અંગે દાખલ કરવામાં આવેલી પુનર્વિચારણા અરજીઓ પર આજે ચુકાદો જાહેર કરશે. કેટલાક મહિલાઓ અને એનજીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી કે સબરીમાલા મંદિરની અંદર પહેલા 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓને મંજૂરી ન હોતી.

જેના પર સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે તમામ વયની મહિલાઓને મંદિરની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટનાં તમામ વયની મહિલાઓને મંદિરની મુલાકાત લેવાની મંજૂરી આપવાના નિર્ણયની વિરુદ્ધ અનેક પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે રાજ્ય સરકાર, ત્રાવણકોર દેવસમ બોર્ડ (ટીડીબી), નાયર સર્વિસ સોસાયટી સહિતનાં તમામ પક્ષોની સુનાવણી કર્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. સબરીમાલામાં મહિલાઓનાં પ્રવેશ સામે દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી અંગે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પહેલા આજે મંદિરની આજુબાજુમાં સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
