Not Set/ એવુ શું બન્યુ કે સીએમ ગેહલોતે પીએમ મોદી વિશે કહ્યુ, કહા રાજા ભોજ, કહા ગંગૂ તૈલી

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી અને પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની તુલના કરતા કહ્યું, ‘કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી.’ ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે, 4 મહિના સત્તા પર આવતા થયા અને મંગળયાન જાણે જાદુઈથી […]

Top Stories India

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી અને પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની તુલના કરતા કહ્યું, ‘કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી.’

ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે, 4 મહિના સત્તા પર આવતા થયા અને મંગળયાન જાણે જાદુઈથી તૈયાર કરેલો હોય તેમ તેને મોકલી રહ્યા હતા. જાદુગર તો હુ છું અને તે જાદુ કરવા ચાલ્યા હતા. ગેહલોતે એમ પણ કહ્યું કે, આરએસએસનાં લોકો ગાય માતાની પૂંછડી પકડીને એસ્ટ્રોઇડ પાર કરવા માગે છે. અશોક ગેહલોતે કહ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુ 10 વર્ષ જેલમાં રહ્યા અને 17 વર્ષ સુધી વડા પ્રધાન હતા. તેમના કારણે જ આજે દેશમાં લોકશાહીની સ્થાપના થઈ છે. તેમણે કહ્યું કે, આરએસએસનાં લોકો દેશને માત્ર તોડવા જ માંગે છે. લોકશાહીનો અંત લાવવા માંગે છે, તેથી જ મોટાભાગનાં હુમલા પંડિત નહેરુ પર કરવામાં આવે છે.

સીએમ ગેહલોતે કહ્યું કે નહેરુ વિરુદ્ધ નફરત સોશિયલ મીડિયા દ્વારા પણ ફેલાવવામાં આવી રહી છે. આ નવી પેઢીનાં બાળકોએ તે સમજવું પડશે. તેમણે કહ્યું કે મારા નિવેદનો પણ તોડી મરોડીને નાખ્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેને સફાઇ આપવા મારે આગળ આવવું પડ્યું. આ પ્રકારની હરકતો કરનારાઓ આ લોકો જ છે. કોંગ્રેસનાં શાસનનાં 70 વર્ષનાં કાર્ય પર ભાજપે 70 મહિનામાં જ પાણી ફેરવી દીધુ છે.

પંડિત નેહરુની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઇ કાલે બાળ દિવસનાં રોજ આખો દિવસ કાર્યક્રમો યોજ્યા હતા. ગેહલોતે કહ્યું કે, હું રાજસ્થાનનાં તમામ 33 જિલ્લાઓમાં જઈશ અને પંડિત નેહરુનાં વિચારો યુવા પેઢી સુધી પહોંચાડીશ. આ માટે, અમે કાર્યક્રમો શરૂ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.