કોગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામા આજે ફરી એક્વાર ગાબડુ પડયુ છે. આણંદ નગરપાલિકાનાં વિરોધ પક્ષ કોગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટે, તેના 100 થી વધુ કાર્યકરો સાથે આજે ભાજપ જિલ્લા પ્રમુખ અને સાંસદના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે.
આણંદ જિલ્લામા કોંગ્રેસમા અંદરો અંદરનો વિખવાદ થવાને લઇ છેલ્લા 2 માસમા અનેક કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમા જતા રહ્યા છે. સૌ પ્રથમ કોગ્રેસના જિલ્લા પ્રમુખ વિનુભાઇ ઠાકોર, મનોહરસિંહ પરમાર અને આજે કેતન બારોટ જે કોગ્રેસના યુવા કાર્યકર હતા. આ કાર્યકરો પોતાના અંદરના વિવાદોને લઇ કોગ્રેસા પક્ષમાંથી ભાજપમાં જઇ રહ્યા છે, ત્યારે કોગ્રેસા પ્રમુખ અમિત ચાવડા પોતાના ઘર આંગણે જ અંકુશ લાવી શક્યા નથી તેવુ પણ હાલ દેખાઇ રહ્યુ છે. આજે લોટીયા ભાગોળ થી 100થી વધુ કાર્યકરો સાથે કેતન બારોટ, ડી.જે સાથે વાઝતા ગાઝતા આણંદ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પહોચ્યા હતા. જ્યા જિલ્લા પ્રમુખ મહેશભાઇ પટેલ અને સાંસદ મિતેષભાઇ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરવાવમાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે પૂર્વે પણ કોંગ્રેસનાં યુવા અને દિગ્ગજ નેતા દ્વારા પોતે કોંગ્રેસનાં અંદરો અંદરનાં ડખ્ખાથી કંટાળી ગયા હોવાની અને કોંગ્રેસને બાય બાય કરી આરામમાં જવાની વાત કરવમાં આવી હતી. જો કે, શિર્ષ નેતાગીરીની દખલથી ત્યારે તો ઘીનાં ઠામમાં ઘી પડી ગયું હતું.
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
