રાજસ્થાનનાં બીકાનેરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીકાનેર જિલ્લા નજીક શ્રી ડુંગરગઢમાં નેશનલ હાઇવે 11 પર એક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. મળી રહેલી માહિતી મુજબ આ અકસ્માતમાં અંદાજે 10 લોકોની મોત થઇ છે જ્યારે 25 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી રહ્યા છે.
આ પહેલા, યુપીનાં કુશીનગરમાં એનએચ-28 પર આવેલા હેતિમપુર ટોલ પ્લાઝા નજીક બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ઘટના એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં 5 મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને મેડિકલ કોલેજ રિફર કરાયા હતા.
Rajasthan: 10 people killed, 20-25 injured in collision between a bus and truck on National Highway 11 near Shri Dungargarh in Bikaner district pic.twitter.com/Pcfc42xdix
— ANI (@ANI) November 18, 2019
આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ઘણા મુસાફરો તેમાં ફસાઈ ગયા છે. ઇજાગ્રસ્તોને બહાર કાઠવા માટે કટર મંગાવવું પડ્યુ હતુ. જેની મદદથી સ્થળ ઉપર બસને કાપી મુસાફરોને બહાર કાઠવામાં આવી રહ્યા છે. કટરથી બસ કાપ્યા પછી, મુસાફરોને બહાર કાઠવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
