અમદાવાદમાં પાણીની ટાંકીઓ ધરાસાયી થવાની ઘટના સામાન્ય બની ગયી છે. આજે પણ બપોરના સમયે એક વિશાળકાય પાણીની ટાંકી ધરાસાયી થવાની ઘટના બની છે. ગોતા ના વસંતનગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ધરાસાયી થઇ છે.
સદનસીબે આ ઘટનામાં કોઈના ઘાયલ કે મૃત્યુ થયાના અહેવાલ સાપડયા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ગોતાના વસંત નગર વિસ્તારમાં આવેલી આ પાણીની ટાંકી 23 વર્ષ જૂની હતી અને છેલ્લા 3 વર્ષથી તે ઉપયોગ માં લેવામાં આવતી ના હતી. આ ટાંકી જર્જરિત હોવાથી તેને ઉતારવાનું કામ ચાલુ હતું તે દરમિયાન ટાંકી નો બાજુએ નામી પડતા ધરાસાયી હતી.
અમદાવાદમાં આજ વર્ષે બોપલ અને ઘાટલોડિયામાં ટાંકી પડવાની ઘટના બની હતી ત્યારબાદ તંત્ર દ્વારા જૂની અને જર્જરિત પાણીની ટાંકીઓનો સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને અતિ જર્જરિત ટાંકીઓને ઉતારવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો ગુજરાત/ જાણો બાંધકામ સ્ટ્રક્ચર તુટવાથી અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે..??
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
