Not Set/ મહારાષ્ટ્ર/ અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાનપદેથી આપ્યું રાજીનામું

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં આખું રાજકીય સમીકરણ બદલાતું હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટે કહ્યું છે કે, આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઇ જવો જોઈએ. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજકીય વર્તુળમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે. અજિત પવાર શરદ પવારને મળ્યા હતા એનસીપીના પ્રમુખ શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મળ્યા છે. […]

Top Stories India

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં આખું રાજકીય સમીકરણ બદલાતું હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટે કહ્યું છે કે, આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઇ જવો જોઈએ. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજકીય વર્તુળમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે.

અજિત પવાર શરદ પવારને મળ્યા હતા

એનસીપીના પ્રમુખ શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મળ્યા છે. આ દરમિયાન શરદ પવારે અજિત પવારને કહ્યું હતું કે, તેમણે તેને માફ કરી દીધો છે અને હવે પાછા આવી જાઓ. એટલું જ નહીં શરદ પવારે અજીત પર કટાક્ષ કરતાં કહ્યું કે તેણે રાજીનામું આપવું જોઈએ અથવા આવતીકાલે વિધાનસભાની બહાર રહેવું જોઈએ.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મંગળવારે સવારે એનસીપીના નેતાઓને મળ્યા હતા, જેમાં પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે જેવા નેતાઓ શામેલ હતા. ત્યારબાદ અજિત પવાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ અજિત પવાર તેમના ભાઈ શ્રીનિવાસ પવારના ઘરે પહોંચ્યા. આ સમય દરમિયાન, જ્યારે પત્રકારોને અજિત પવારના રાજીનામા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેઓએ તેમનો પીછો ન કરવો જોઈએ.

અજિત પવારનું રાજીનામું

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટક વચ્ચે એક મોટો સમાચાર સામે આવી રહ્યો છે.  અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ માનવામાં આવે છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ બપોરે 3.30 વાગ્યે રાજીનામું આપી શકે છે. બપોરે ૩.30 વાગ્યે મુખ્યમંત્રી ફડણવીસ મીડિયાને સંબોધન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.