ધર્મસ્થળ ચેરીટી સર્કિટમાં આવે છે અને યુકેમાં ચેરિટી કમિશનની દેખરેખ હેઠળ આવે છે. કમિશનના નિયમ બુકમાં સ્પષ્ટ જણાવાયું છે કે સખાવતી સંસ્થા (સેવાભાવી કાર્ય) માત્ર ધર્માદા હેતુથી સ્થાપિત થવી જ જોઇએ.
બ્રિટનના ચેરિટી કમિશને ‘રિસ્ક ફ્રેમવર્ક’ ની નોંધ લીધી
ગ્રેટર લંડનના સ્લો ક્ષેત્રમાં સ્થિત ગુરુદ્વારા શ્રી સિંઘ સભાના મુખ્ય સભાખંડમાં બે મોટા ‘ખાલિસ્તાની’ બેનરો જોવા મળ્યા. આ તે જ પ્રદેશ છે જ્યાંથી બ્રિટનના પ્રથમ શીખ સાંસદ તન્મનજીતસિંહ ઢેસી ચૂંટાયા હતા. જોકે, ગુરુદ્વારાના પૂર્વ વડા જોગિંદરસિંહ બેદીએ જણાવ્યું હતું કે, આ ‘બેનરો અહીં 1984 થી લગાવેલા છે. આ કોઈ નવી વાત નથી.
ઉલ્લેખનીય છે કે, ધર્મસ્થળ ચેરીટી સર્કિટમાં આવે છે અને યુકેમાં ચેરિટી કમિશનની દેખરેખ હેઠળ આવે છે. કમિશનના નિયમ બુકમાં સ્પષ્ટ જણાવાયું છે કે સખાવતી સંસ્થા (સેવાભાવી કાર્ય) માત્ર ધર્માદા હેતુથી સ્થાપિત થવી જ જોઇએ. જેથી લોકોને તેનો ફાયદો થાય. જો કોઈ આવી સંસ્થા કે સંગઠનનો ઉદ્દેશ્ય રાજકીય હોય, તો તે ચેરીટેબલ ગણી શકાય નહી.
આ નિયમ બુકમાં બંધારણીય આવશ્યકતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે – ‘ચેરિટી રાજકીય હેતુ માટે હોઈ શકતી નથી. આ અંતર્ગત કોઈપણ રાજકીય પક્ષના હિત તરફ કોઈ પગલું લઈ શકાય નહીં. અથવા આના દ્વારા દેશમાં કે દેશની બહારના કોઈપણ પરિવર્તનનો પ્રતિકાર કરી શકાતો નથી અથવા કોઈપણ કાયદા, નીતિ અથવા નિર્ણયોમાં કોઈ ફેરફાર કરી શકાય છે.
કેવી રીતે આવ્યું ખાલિસ્તાનનું બેનર
આવી સ્થિતિમાં, બીજા દેશની સાર્વભૌમત્વ (આ કિસ્સામાં ભારત) સાથે ટકરાતા ‘ખાલિસ્તાન’નું બેનર કેવી રીતે લગાવી શકાય. શું તેને વર્ષો સુધી લાગી રહેવાની મંજૂરી આપી શકાય?
બ્રિટનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, તીર્થસ્થાનના લોકોને સંબોધન કરવું સામાન્ય છે. ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં સ્લોના ગુરુસિંહ સભા ગુરુદ્વારામાં આવી જ પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. તનમનજીતસિંહે ગુરુદ્વારાના મુખ્ય સભાખંડમાં એકત્રિત લોકોને પણ સંબોધન કર્યું હતું. આ હોલમાં બે મોટા ‘ખાલિસ્તાની’ બેનરો લગાવવામાં આવ્યા છે. અન્ય પક્ષોના નેતાઓ પણ અહીં સંબોધન કરશે. તો પછી આ કેવી રીતે શક્ય છે કે, કોઈએ ચેરિટી કમિશનને આની જાણ કરી નથી.
આ મામલામાં સાંસદ તનમનજીત સિંહ ઢેસી ને લેખિત પ્રશ્ન મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે તેઓ ‘ખાલિસ્તાન’ની માંગ સાથે છે, જો નહીં, તો તે આવી અલગતાવાદી પ્રવૃત્તિની જાણ કેમ નથી કરી રહ્યા? તેના જવાબમાં, ઢેસી એ એક વિડિઓ મોકલ્યો, જેમાં એક અન્ય વિરોધી ઉમેદવાર તે જ હ હોલમાં લોકોને સંબોધિત કરી રહ્યો છે જ્યાં ઉપરોક્ત બેનરો લગાવવામાં આવ્યા છે. જોકે ઢેસીએ મૂળ સવાલનો જવાબ આપ્યો ન હતો.
પુરાવા આપવાની વિનંતી
આ અંગે ચેરિટી કમિશનને પત્ર લખ્યો હતો. આ મામલે વધુ પુરાવા પ્રદાન કરવા કમિશનને વિનંતી કરતાં કહ્યું કે, ‘ટ્રસ્ટીઓ એ ખાતરી કરે છે કે તેઓ જે કરે છે તે ચેરિટીના શ્રેષ્ઠ હિતમાં છે તેમ જ ચેરિટી એક્ટ હેઠળ છે તેની ખાતરી કરવાની ફરજ છે. સખાવતી સંસ્થા દ્વારા પ્રદર્શિત કોઈપણ માહિતીને પણ આ સંદર્ભમાં જોવી જોઈએ. ચેરિટી કમિશન આ મામલા પર ધ્યાન આપશે. બંને સખાવતી સંસ્થાઓ વિશે ઉભી થયેલી ચિંતાઓ તેના પ્રકાશિત ‘રિસ્ક ફ્રેમવર્ક’ ની અવકાશમાં ધ્યાન આપવામાં આવશે.
ભૂતપૂર્વ સાંસદ અને હેરો ઇસ્ટ લંડનના વર્તમાન કન્ઝર્વેટિવ ઉમેદવાર, બોબ બ્લેકમેને કહ્યું હતું કે જો તેઓ ચેરિટીઝ દ્વારા અલગતાવાદી રાજકીય કાર્યસૂચિ ફેલાવવાના કોઈ પુરાવા જોતા હોય તો તેણે તેને ચેરિટિ કમિશનની સમજમાં લાવવું જોઈએ. પોલીસને પણ જાણ કરો કે કોઈ ગુનાહિત કામગીરી થઈ રહી નથી.
‘ખાલિસ્તાન’ જેવા અલગતાવાદી એજન્ડાની ખાતર બ્રિટનથી જ ‘લોકમત 2020’ ની શરૂઆત થઈ. કેટલાક હાંસિયામાં ધકેલી રહેલા શીખ જૂથો નિયમિતપણે ‘ખાલિસ્તાન’ કાર્યસૂચિ માટે કાશ્મીરી તરફી જૂથો સાથે હાથ મિલાવતા જોવા મળ્યા છે. તેમના વિરોધમાં હિંસા વધી રહી છે. આવી સ્થિતિમાં, જો માથું ઉચકતા પહેલાં આ પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવાનાં પગલાં લેવામાં નહીં આવ્યા, તો તેઓ ભવિષ્યમાં બ્રિટનમાં પણ ‘આતંકવાદ’ માટે નવો દ્વાર ખોલી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
