ઓક્ટોબર-નવેમ્બર 2019માં થયેલા કમોસમી વરસાદથી રાજ્યના ખેડુતોના પાકને થયેલા નુકશાન અંગે સહાય પેકેજનો લાભ લેવા માટે ખેડૂતો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે તા. 31-12-2019 સુધીમાં અરજી કરવાની રહેશે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવવાામં આવ્યું છે.
આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12, 8-અ, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસબુકનાં પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું “ના વાંધા” અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબુલાત નામું જોડવાનું રહેશે. વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે.
ગુજરાત સરકારની આજે મળેલી કેબીનેટ બેઠકમાં ખેડૂતોને થયેલા પાકનાં નુકસાન વળતરનો મુદ્દો મહત્વનો રહ્યા હોવાનું અને આ મામલે સરકાર દ્વારા તમામ પાસે પર વિચાર વિમર્સ કર્યો હોવાની જાણકારી કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
