Not Set/ નિત્યાનંદ/ સાધિકાનાંં જામીન નામંજૂર, આરોપી નિત્યાનંદ પર સંકજો જમાવવા પોલીસ સક્રિય

નિત્યાનંદ આશ્રમ વિવાદના મામલે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ બાદ પુનઃ રિમાન્ડ માળવવામાં આવેલ બંને સાધ્વીઓના પુનઃ રિમાન્ડ પૂર્ણ થતા તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે કર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંને સાધિકાને કોર્ટમાં હાજર કરતા કોર્ટમાં સાધિકાનાં વકિલ દ્વારા રિમાન્ડ પુરી થઇ ગઇ હોઇ રેગ્યુલર જામિનની માંગણી કરવામાં આવી હતી, જે […]

Top Stories Ahmedabad Gujarat

નિત્યાનંદ આશ્રમ વિવાદના મામલે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ બાદ પુનઃ રિમાન્ડ માળવવામાં આવેલ બંને સાધ્વીઓના પુનઃ રિમાન્ડ પૂર્ણ થતા તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે કર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંને સાધિકાને કોર્ટમાં હાજર કરતા કોર્ટમાં સાધિકાનાં વકિલ દ્વારા રિમાન્ડ પુરી થઇ ગઇ હોઇ રેગ્યુલર જામિનની માંગણી કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા નામંજૂર કરી બંને સાધિકાને ન્યાયીક હિરાસતમાં લેવાનો હુકમ કર્યો હતો.  ત્યારે બીજી તરફ ફરિયાદના મુખ્ય આરોપી નિત્યાનંદ પર સંકજો જમાવવા પોલીસ સક્રિય થઇ છે, ઉલ્લેખનીય છે કે આશ્રમના કૌભાંડના કેસમાં આગામી દિવસમાં નવા તથ્યો પરથી પરદો ઉઠે તેવા ચક્રો ગતિમાન થયા છે.

બાળકોને ગોંધી રાખવાના મામલાથી શરુ થયેલા આશ્રમનો વિવાદ હવે કેન્દ્રીય એજન્સીઓ અને ઈંટરપોલ સુધી પોહચી ગયો છે.પોલીસે ધરપકડ કરેલ બંને સાધ્વી પ્રાણ પ્રિયા અને પ્રિય તત્વા ના ડિજિટલ લોકર માંથી મળી આવેલ મોબાઈલો અને અન્ય સામગ્રી અનેક રહસ્યો બહાર લાવી શકે છે. પરંતુ પોલીસ પૂછપરછ દરમ્યાન હકીકતના મૂળ સુધી પોહ્ચવામાં નિષ્ફળ સાબિત થઇ હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે જ હવે સાધ્વીઓના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે બંને મહિલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી ઘટનાના મૂળ સુધી પહોંચવા ટેકનિકલ સોર્સનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં હાલ સાધ્વી ના લોકરમાંથી મળી આવેલ મોબાઈલ અને બેંકમાં ભરેલ પૈસાની રીસીપ્ટ ને લઈને તપાસ તેજ કરી શકે.. બેંકમાં ભરવામાં આવેલા રૂપિયાના મુદ્દે પોલીસ ઇન્કમટેકસ વિભાગનો સંપર્ક કરી કાર્યવાહી આગળ વધારશે.

પોલીસ તપાસમાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે આશ્રમ દ્વારા બાળકો પાસે કામ કરાવી કાર્યક્રમનું નામ આપવામાં આવે છે અને તેના રૂપિયા આશ્રમ ના ખાતામાં જમા કરાવવામાં આવે છે.. જેથી આગામી સમયમાં આ મુદ્દાને લઈને પણ આશ્રમ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે.. તો બીજી તરફ આશ્રમના કૌભાંડનો સૌથી મોટો કિંગપીન કહેવાતો લંપટ નિત્યાનંદ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. જેને પકડવા હવે પોલીસ કર્ણાટક પોલીસનો સંપર્ક કરશે. કારણ કે કર્ણાટકમાં નિત્યાનંદ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ થયો છે અને સાથે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવે છે. જેથી ગુજરાત પોલીસ કર્ણાટક પોલિસ સાથે સંકલન કરી નિત્યાનંદ સુધી પહોંચવાના પ્રબળ પ્રયાસો કરશે.  આ ઉપરાંત જ્યાં સુધી નિત્યાનંદ વિદેશ ફરાર થઈ ગયો હોવાની ચર્ચા સેવાઇ રહી છે ત્યારે અમદાવાદ પોલીસ સીઆઇડી ક્રાઇમ ની મદદથી ઈન્ટરપોલ નો સંપર્ક કરી નિત્યાનંદ સુધી પહોંચવા હાથ લાંબા કરી રહી છે.. જેથી બની શકે કે આગામી સમયમાં નિત્યાનંદ કયા દેશ માં છુપાયેલો છે તે વિગતોનો ઘટસ્ફોટ થઈ શકે..

સમગ્ર મામલો નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં હવે હાઈકોર્ટ પણ કડક વલણ દાખવીને બંને ગુમ થયેલી યુવતીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે ૧૦ ડિસેમ્બર ના રોજ કોર્ટમાં હાજર રહેવાનું  ફરમાન કર્યું છે.. આ સાથે જ નામદાર હાઈકોર્ટે તપાસ એજન્સીને કડક શબ્દોમાં જાણ પણ કરી છે કે ત્રિનિદાદ જવું પડે તો પણ જાવ કોઈપણ સંજોગોમાં ગુમ થયેલ બન્ને યુવતીઓને શોધીને કોર્ટ સમક્ષ હાજર કરો જ્યારે બીજી તરફ સમગ્ર તપાસ ને લઈને પોલીસ પર અને મીડિયા પર આક્ષેપાત્મક વલણ દાખવનાર ઈ વિડિયો ક્લીપો પણ સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી છે અને આ વીડિયો ક્લિપ બંને ગુમ થયેલ યુવતીઓ દ્વારા શેર કરવામાં આવતી હતી.. જેમાં પોલીસ બાળકોને તપાસ ના નામે પરેશાન કરે છે અને બાળકોને અશ્લીલ વિડીયો બતાવે છે તેવા નામદાર હાઇકોર્ટ સમક્ષ બાળકોના વાલીઓએ લેખિતમાં અરજી કરી છે… ત્યારે હવે આ સમગ્ર હાઇવોલ્ટેજ ડ્રામાને લઈને બંને ગુમ થયેલી યુવતીઓ હાઇકોર્ટ સમક્ષ ક્યારે અને કેવી રીતે હાજર થાય છે તેની પર સૌની નજર મંડાયેલી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.